Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

રાજયના સર્વાંગી વિકાસલક્ષી બજેટને આવકારતું જામનગર ભાજપ

જામનગર તા. ર૩: શહેર ભાજપ પ્રમુખ હસખુભાઇ હિંડોચા, કેબિનેટમંત્રી આર.સી.ફળદુ, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મેયર પ્રતિભાબેન કનખરા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશ બામણીયા, વિમલ કગથરા, ડે.મેયર ભરત મહેતા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન કમલાસિંહ રાજપુત દંડક દિવ્યેશ અકબરી તથા સંગઠનના પદાધિકારીઓ સહીત શહેર સંગઠન દ્વારા ગુજરાત રાજય નાણામંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા રજુ કરાયેલ સર્વાંગી વિકાસ લક્ષી બજેટને આવ્યું  હતું.

મધ્યાહન ભોજન યોજના માટે રૂ.૧૦૮૧ કરોડ, પ્રા.શાળાઓ.મા.નવા ઓરડા માટે ૬૭૩ કરોડ, કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે ૬૯ કરોડ, અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરૂ પાડવા ૬૮ કરોડ, ધો. ૬ થી ૮માં ૧રપ૦ શાળાઓમાં સાયન્સ સેન્ટર માટે૩૭ કરોડ, નવા નમો ટેબ્લેટ ૧૦૦૦ કરોડના ટોકન દરે ટેબ્લેટ આપવા ૧પ૦ કરોડ, દુધ સંજીવની યોજના માટે રૂ.૩૭૭ કરોડ, સરકારી યુનિ. કોલેજોના નવીનીકરણ માટેરપ૭ કરોડ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે ૯૦૭ કરોડ ૧૪૦ લાખ દિદ્યાર્થીઓને લાભ.

યુવાનોને રોજગાર વ્યવસાયની તકો માટે ૭૮પ કરોડ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સ્નાતક યુવાનોની માસિક રૂ.૩૦૦૦ અને ડિપ્લોમાંને રૂ.ર૦૦૦ અને અન્યોને રૂ. ૧પ૦૦ પ્રોત્સાહક રકમ માટેર ૂા.ર૭ર કરોડ, પશુ ફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ ૩ લાખની સહાય માટે ૧૪૦ કરોડની જોગવાઇ, વાજપાઇ બેન્કેબલ યોજના માટેરૂ. ૧૯૭ કરોડ, આગામી સમયમાં સરકારના વિવિધ વિભાગોમાં ૩૦ હજાર નવી ભરતી કરાશે. મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે ૬૦ કરોડ

કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા પાક વિમા સહિત રૂ.૧૧૦૧ કરોડ, ખેડુતોને ઝેરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે પ૦૦ કરોડ, જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટેપ૪૮ કરોડ ખેતરમાં તારની વાડ માટે ર૦૦ કરોડ, મત્સયોદ્યોગ નિકાસ ૩પ૦૦ કરોડથી વધુ હુડિયામણ છે.ત્યારે મત્યબંધ વિકાસ માટે ર૮૦ કરોડ, વેરામાફી માટે ૧૦ર કરોડ, સહકાર ક્ષેત્રે કોર બેન્કીંગ માટે ૭૦ કરોડ, કિસાન કલ્પ વૃક્ષ યોજના માટેરપ કરોડ, પશુ પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે ર૩ કરોડ તમામ જિલ્લામાં કરૂણા એમ્યુલન્સ માટે ર૬ કરોડ.

શ્રમ રોજગાર

કુલ જોગાઇ ૧૭૩ર કરોડ, આઇટીઆઇ નવીનીકરણ અને સાધનો માટે ૪૦ કરોડ, શ્રમીક અન્નપુર્ણા યોજના ૮૦ કરોડ નવા પ૧ કેન્દ્રો શરૂ કરાશે રર નવા ધનવંન્તીર આરોગ્ય રથ માટે૧૮ કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત વિશેષથી જામનગર માટે ૪પ કરોડની જોગવાઇ તથા સવિશેષ દિગજા સર્કલથી ફેલોવર સુધી ૧પ કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે. તેમ મીડીયા વિભાગના ઇન્ચાર્જ તથા શહેર ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.(૬.૧)

(9:52 am IST)