Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જામનગર ફરીયાદ સંકલન મિટીંગમાં આયોગ્ય જવાબઃ જીલ્લા પંચાયત પ્રમુખને આક્ષેપ

જામનગર તા. ર૩ : કલેકરના અધ્યક્ષમાં જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતીની મીટીંગમાં જીલ્લાના ધારાસભ્યો ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ મુળજીભાઇ વાઘેલા દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વાહનના ચુકવણા અંગે ગત મીટીંગમાં પણ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવેલ. જેમાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉડાવ જવાબ આપેલ જેથી ફરી વખત આ પ્રશ્ન ઉપસ્થિત કરવાની ફરજ પડેલ મીટીંગ પૂર્વે નિયામક દ્વારા વાહનના ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાના ચુકવણા કર્યા અંગેના અધારોમાં ચેરમેન અને પૂર્વ ડી.ડી.ઓ. ચૌધરીના સહીવાળા-૩-૪ પ્રમાણપત્રો રજુ કરી ગેરમાર્ગે દોરવામાં આવેલ છે.

ચેરમેનએ વાહનનો ઉપયોગ કર્યા અંગેની લોગબુક ભરવી પડે તે લોગબુકની ખાત્રી કરી નિયામકએ ચુકવણા કરવાના હોય છે. લોગબુક રજુ થયેલ ન હોવા છતા નિયામકએ લાખો રૂપિયાના ચુકવણા કરી દીધા છે. આમ પોતાની અંગત જવાબદારીઓમાંથી છટકવા ગોળ-ગોળ અને ઉડાવ જવાબ આપવામાં આવે છે. સત્ય હકીકત તથા નિયમોથી કલેકટર વાકેફ ન હોય તેવું બની શકે. પરંતુ નિયામક તો તમામ નિયમોથી જાણકાર છે. લાખો રૂપિયાના ચુકવણા કોઇ પણ આધાર વિના કરી દીધા છે તેમ મુળજીભાઇ એન.વાઘેલાએ જણાવ્યું છ.ે જેથી લાખો રૂપિયાની નાણાકીય જવાબદારીથી છટકવા ગોળ-ગોળ મૌખિકમાં જવાબ આપવામાં આવેલ. નિવાસી અધિક કલેકટર દ્વારા નિયામકને લેખિત પત્ર રજુ કરવા છતાં નિયામક દ્વારા કલેકટર તથા જીલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાને લેખિતમાં જવાબ આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમજ ફરીયાદ સંકલન મીટીંગ એક જવાબદારીવાળી મીટીંગને ફારસ સમજી ધારાસભ્યો-પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં બે-બે વખત રજુઆત છતા લેખિતમાં જવાબ આપવાના બદલે મૌખિકમાં ઉડાવ જવાબ આપે છે. જો નિયામક હવે પછી પણ નકકર જવાબ લેખિતમાં નહી આપે તો હજી પણ આ પ્રશ્ન ઉપસ્થિત થશે અને આ બાબતે સરકારમાં જાણ કરી જરૂર જણાયે વિધાનસભામાં પણ પ્રશ્ન ઉપસ્થિત કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ માન. પ્રમુખ દ્વારા જણાવ્યું છે (૬.૧)

(9:52 am IST)