Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પદયાત્રી હોવા છતા ઉતારા - છાવણીમાં ધોળકાના કલવાના પરિવાર દ્વારા સેવાકાર્ય

 લોધીકા તા. ર૩ : દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જાય છેત્યારે ધોળકા તાલુકાના કલવા ગામનો પરિવાર પદયાત્રાની સાથે સાથે ઉતારા છાવણીમાં શ્રમદાન કરી પ્રેરણાદાઇ કાર્ય કરી રહેલ છે.

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના કલવા ગામે રહેતા અને મહેનત મજુરી કરી ગુજરાન ચલાવતા અમરસીભાઇ પટેલનો પરિવાર છેલ્લા પાંચ વર્ષથી નિયમિત દ્વારકા ઉત્સવમાં ભાગ લેવા પદયાત્રા કરે છે.ે હાલ આ પરિવાર નગરપીપળીયાના પાટીયા પાસે જય રામદેવજી મહાદેવ મંદિર અન્નક્ષૈત્ર ઉતારા છાવણીમાં સેવા કાર્ય  કરી રહેલ છે અમરસીભાઇના જણાવ્યા અનુસાર તેમના પરિવારના ૧૦ થી ૧ર સભ્યો ચાલવાના અંતે જયા ઉતારો કરે છે ત્યા ફકત આરામ નથી કરતા પરંતુ રાહત છાવણીમાં કામે લાગી જાયછે રસોઇ બનાવવી, વાણસ ધોવા, સાફ સફાઇ કરવી સહીતના સેવા કાર્ય કરે છે અને તેનાથી તેમનેઅનેરો આનંદ મળે છે. પરિવારના અન્ય સભ્યો દશરથભાઇ, રસીકભાઇ, સવીબેન, જેકીબેન વિગેરે સભ્યો હોશે હોશે સેવા કાર્ય કરી અન્ય પદયાત્રીઓની સેવા કરે છે.(૬.૩)

(9:52 am IST)