Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

હળવદના કોયબા ગામ પાસે ગાજર ભરેલા આઈસરમાંથી ૩૭૨ પેટી દારૂ ઝડપાયોઃ ૩૯ લાખના મુદ્દામાલ સાથે ૧ શખ્સની ધરપકડઃ ૮ સામે ગુન્હો

 હળવદ-વઢવાણ, તા. ૨૩ :. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામમાંથી ગાજર ભરેલ આઈસરમાંથી ૩૭૨ પેટી દારૂ કિં. રૂા. ૨૨ લાખ ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે દારૂ સહિત રૂા. ૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ૮ શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના કોયબા ગામ પાસે ગાજર ભરીને આવી રહેલા આઈસર નં. આરજે ૧૯ જીએ ૪૯૧૯માં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગાજરના જથ્થા નીચેથી દારૂની ૩૭૨ પેટી મળી આવી હતી. પોલીસે દારૂ, એક ટ્રક, ટ્રેકટર, મોટર સાયકલ, ૩ મોબાઈલ સહિત રૂા. ૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હળવદ પીઆઈ એમ.આર સોલંકી, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરમાર, વિજય છાસીયા સહિતનાએ કોયબા ગામની સીમમાં દારૂનું કટીંગ થતુ હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ દરમિયાન જીતેન્દ્ર ઉર્ફે સુખદેવસિંહ પથુભા ચાવડા ઝડપાઈ ગયો હતો. જ્યારે વિજય જેન્તીલાલ અઘારા, આસ્તિક ઈકબાલ મુલતાની, રાજભા દીલુભા લીંબોલા, પ્રતાપ જીલુભાઈ રાજપૂત, ભરતભાઈ બાલુભાઈ ભરવાડ નાસી છૂટયા હતા. પોલીસે આ શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.(૨-૧૭)

 

(3:26 pm IST)