Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

જુનાગઢનાં મજેવડીમાં વીજપોલ પરથી ખાબકતા વૃધ્ધાનું મૃત્યુ

સ્ટ્રીટલાઇટ ફીટ કરતા મોત મળ્યુ

જુનાગઢ તા.ર૩ : જુનાગઢ તાલુકાના મજેવડી ગામે રહેતા ભુપતભાઇ લખમણભાઇ ભરડવા (ઉ.વ.૬પ) નામના પ્રજાપતિ વૃધ્ધ ગઇકાલે ગ્રામ પંચાયતની સ્ટ્રીટલાઇટ રીપેર કરતા હતા ત્યારે અકસ્માતે વીજ થાંભલા પરથી નીચે ખાબકયા હતા.

જેમાં આ વૃધ્ધને ગંભીર ઇજા થતાં તેમને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

(12:02 pm IST)