Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

બાબરા-લાઠીના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે આંદોલન કે આવેદનપત્ર વગર વિકાસકાર્યો કર્યા'તા

બાબરા, તા. ૨૩ : બાબરા લાઠી દામનગર ત્રણ ટર્મ અને બાબરા વડીયા કુંકાવાવ ત્રણ ટર્મ જેમા છેલ્લા પચીસ વર્ષ થી ગુજરાત મા ભાજપ ની સરકાર છે ત્યારે અગાઉ અનિવાર્ય સંજોગોમાં વિપક્ષ મા હતા એ સમયના ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે નિષ્ઠાવાન અને જાગ્રુત ધારાસભ્ય તરીકે લોકો ના પ્રશ્નો નુ જાતે વિરોધ પક્ષમા હોવા છતાં સરકાર માથી પોતાની આવડતથી વિકાસ ના કામો મંજુર કરાવતા શ્રી ઉંધાડ ના ધારાસભ્ય સમય દરમિયાન કયારેય આવેદનપત્ર કે ધરણા ઉપવાસ આંદોલન રસ્તા રોકો સલામતી માટે કોઈ કચેરી મા રજુઆત કરી નથી.

તેઓએ જિલ્લા અને તાલુકા સંકલન સમિતિની બેઠક મા કયારેય પ્રશ્નો ઉકેલવાની રજૂઆત કરવી પડી નથી તેઓ લોકો ના પ્રશ્નો માટે ડાયરેકટ સરકાર મા રજુઆત કરતા હતા અને બાવકુભાઇ ઉંધાડ વિરોધ પક્ષમા હોવા છતાં સરકાર એમના કામો કરતી લોકો ને ખોટા ગુમરાહ કરી આવેદનપત્રો ધરણા ઉપવાસ રસ્તા રોકો જેવા ખોટા ખેલ કરી લોકો ને ગુમહરા કરી સતાધીશ પક્ષ ને બદનામ કરે છે. બાવકુભાઇ ઉંધાડ હાલ ધારાસભ્ય નથી પણ તોપણ ધારાસભ્ય જેવા લોકો ના કામો કરશે.

બાબરા તાલુકા મા અગાઉ બાવકુભાઇ ઉંધાડ ધારાસભ્ય હતા ત્યારે અનેક રોડ રસ્તા પુલ બ્રિજ સહીત વગેરે વિકાસ ના કામો કરીયા છે હાલ એમના દ્વારા થયેલા અગાઉ મંજુર તેવા કામો ના ખાત મુહુર્ત વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવે છે વિરોધ પક્ષ વાળા ખોટી સસ્તી પ્રસિધ્ધી મેળવી પોતાની વાહ વાહ જાતે કરી રહયા છે. ધારાસભ્ય કેવા હોય એનુ ઉદાહરણ શ્રી ઉંધાડ છે (૪૫.૧૩)

(12:01 pm IST)