Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

લોધીકા પંથકની એસ.ટી.બસ રૂટોનું ટાઇમ ટેબલ વેરવિખેર : મુસાફરોમાં રોષ

લોધીકા તા.૨૩ : લોધીકા તરફથી આવતી જતી બસ રૂટોના સમયમાં ડેપો મેનેજરના અણધડ નિર્ણયના લીધે દરેક બસ ટાઇમ મુજબ ચાલી નહી શકતા મુસાફર જનતામાં રોષની લાગણી ફેલાય છે.

આ અંગે ગિરીરાજસિંહ જાડેજા, દિલીપભાઇ ઘીયાળ, દિનેશભાઇ દાફડાએ કરેલ રજૂઆત મુજબ લોધીકા તાલુકા મથકનું ગામ છે. અહી દરરોજ ૩૦ થી ૩૨ બસ રૂટો અવરજવર કરે છે અને તેમા વિદ્યાર્થી, વેપારી, નોકરીયાત વર્ગ નિયમીત મુસાફરી કરે છે પરંતુ જયારેથી  રાજકોટ ડેપો મેનેજર તરીકે હાલના મેનેજરની નિમણુંક તથા તેમણે બસરૂટોમાં આડેધડ ફેરફાર કરી દેતા મુસાફર જનતા પરેશાની ભોગવી રહી છે. ડ્રાયવર કંડકટરની આઠ કલાકની નોકરી લેવાની લ્હાયમાં બસ રૂટોને લંબાવી દેતા એકપણ બસ સમયસર દોડતી નથી. બસ ખાલી દોડે તો ભલે દોડે મુસાફર હેરાન થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ ફેર પડતો નથી.

રાજકોટ વિભાગીય નિયામક તથા રાજકોટ ડેપો મેનેજર દ્વારા લોધીકાથી રાજકોટ તરફ સવારના ૧૦-૩૦ થી ૧૦
-૪૫ વચ્ચે ૩ - ૩ બસ રૂટો ભેગા થઇ જાય છે. લોધીકાથી રાજકોટ તરફ સાંજે પણ પ વાગ્યાથી ૫-૩૦ વચ્ચે ત્રણ ત્રણ બસોને પરિણામે બસ રૂટો ખાલી દોડી રહ્યા છે. એસટીને ખોટ જઇ રહેલ છે તેમ જણાવેલ છે.

રાજકોટથી ૧૨-૧૦ વાગ્યે ઉપડતી બસ રૂટને વધારાનો ફેરો આપી દેવાતા આ નિયમિત બસ સમય કરતા મોડી ઉપડતા વિદ્યાર્થી વર્ગમાં રોષ જોવા મળે છે તથા રાજકોટ ચાંદલી, રાજકોટથી સાંજે ૬-૪૫ વાગ્યે ઉપડતી બસ પણ અનિયમિત થઇ ગયેલ છે. આ ઉપરાંત આ પંથકની બસો પણ ખખડધજ હાલતની હોય અવાર નવાર બ્રેકડાઉન પણ થાય છે ત્યારે તમામ રૂટોની બસોને વધારાના ફેરા કેન્સલ કરી સમય મુજબ દોડાવવા મુસાફર જનતાની માંગણી છે.(૪૫.૯)

(12:00 pm IST)