Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભાવનગર-હરિદ્વાર ટ્રેનનો ૨૦૧૯ના બજેટમાં સમાવેશ કરવા માંગણી

ભાવનગર તા.૨૩ : ભાવનગર હરિદ્વાર ટ્રેનનો ૨૦૧૯ના બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરાઇ છે.

શહેર અન્ય જીલ્લાને જોડતો મહત્વનો જીલ્લો છે છતા ભાવનગરથી દિલ્હી, હરિદ્વાર જવા માટેની એકપણ ડાયરેકટ ટ્રેન નથી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારથી આ માંગણી દર વર્ષે કરવામાં આવે છે પરંતુ આજદિન સુધી આ માંગણી સ્વીકારવામાં આવી નથી.

૨૦૧૯ના બજેટમાં ભાવનગરથી હરિદ્વારની ડાયરેકટ ટ્રેઇનથી સેવા શરૂ કરવા કેન્દ્રના રેલ્વે બજેટમાં સમાવેશ કરવા ભાજપના જ અગ્રણી ઉદયભાઇ મકવાણાએ ભાવનગરવાસીઓ વતી રજૂઆત કરી છે.(૪૫.૨)

(11:59 am IST)