Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

દેવભૂમિ જિલ્લા બિનશૈક્ષણિક સંઘના પ્રમુખ તરીકે ખીમભાઇ આંબલિયાની વરણી

ખંભાળિયા તા.૨૩ : દેવભૂમિ જિલ્લા બિનશૈક્ષણિક કર્મચારી મંડળની બેઠક પ્રમુખ સવદાસભાઇ કરમૂરની અધ્યક્ષતામાં કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે મયૂર શૈક્ષણિક સંકુલમાં યોજાઇ હતી. જેમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતી વરણી કરવામાં આવી હતી.

બિનશૈક્ષણિક સંઘના પ્રમુખ તરીકે નંદાણા મયૂર સંકુલના કર્મચારી ખીમભાઇ આંબલીયા પ્રમુખ તરીકે તથા મહામંત્રીરીકે દિનેશભાઇ પટેલની નિયુકિત થઇ હતી. કાર્યક્રમમાં નિવૃતિને કારણે વિદાય લેતા પ્રમુખ સવદાસભાઇ કરમુરનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં દેવભૂમિ આચાર્ય સંઘના પ્રમુખ રાણાભાઇ ગોઝીયા, જિલ્લા મહામંત્રી જગમાલભાઇ ભેટારીયા, રાજયના મંત્રી પ્રજ્ઞાબેન આહિર, શિક્ષક સંઘના જિ.પ્રમુખ તથા બોર્ડ સદસ્ય રાજેશભાઇ વસરા, સંચાલક મંડળના પ્રમુખ મેસુરભાઇ રાવળીયા, શિક્ષક સંઘ મહામંત્રી રમેશભાઇ ભાદરકા વિ.ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ગુજરાત માધ્યમિક અને ઉ.મા.શિ.બોર્ડના સદસ્ય રાજેશભાઇ વસરાનું સન્માન કરાયુ હતુ.(૪૫.૧૧)

 

(11:59 am IST)