Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

હળવદ : ગુજરાત વિદ્યાપીઠનાં 'ગુજરાતના ટ્રાયબલ' મ્યુઝીયમમાં ભરવાડ સમાજની સંસ્કૃતિના દર્શન

હળવદ તા. ૨૨ : આજથી બે વરસ પહેલા વિનુભાઇ ટોળીયા તથા આભિર ટીમના સાથી મિત્રો આ મ્યુઝીયમ જોવા ગયેલા તો ત્યાં ગુજરાતના તમામ ખુણે ખૂણાના આદિવાસીઓની સંસ્કૃતિને પહેરવેશ અને રહેઠાણના ટેબ્લોથી સુશોભિત પુતળા સહિતના ગોઠવેલ હતા. તેમા રબારી અને ચારણના પણ હતા, પણ ગીર બરડાના આદિજાતિમા ગણાતા ભરવાડનુ સ્થાનના હતું.

આભીર સંસ્થા દ્વારા આ અંગે માગણી કરી સરકાર સાથે આ બાબતે મિટીંગ કરી, લેખિત આપી આગ્રહ રાખ્યો કે ગીરના ભરવાડની સંસ્કૃતિનો સમાવેશ કરવો, અમારા પ્રયત્ન સફળ થયા અને સરકારે બજેટ ફાળવ્યું વધુમાં અમને જ સલાહ સુચન આપવા કહ્યું આથી અમે મ્યુઝીયમ ટીમને ગીરમા બે ચાર વાર વિઝીટ કરાવિ ને ફાઇનલી લાલજીભાઇ બોહરીયાનુ જ ફેમિલી કે જેઓ આજે પણ ગીરની મધ્યમાં જંગલના કાણેક નેસમાં રહે છે તે કુટુંબ સ્ટેચ્યુ માટે નક્કી કર્યુ આ ઉપરાંત ગાય, વાછરડું અને ઊંટ ના પણ ફુલ સાઇજની પ્રતિકૃતિ બનાવિ તે પણ બનાવિ ગુજરાત વિધાપીઠમા સરસ જગ્યાએ સ્થાન આપી આખરી ઓપ આપ્યો, તે બાબત ગૌરવ લેવા જેવિ છે.

આ સમગ્ર કાર્યવાહીમા વિનુભાઇ ટોળીયા સાથે આ કામમા ખેંગારભાઇ રાણગા, એમ.પી. ગમારા અને મનોજભાઇ ગમારા (આભિર ટીમ) અમદાવાદ પણ હતા. (૨૧.૧૭)

(11:59 am IST)