Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

જામજોધપુર રઘુવંશી પરિવાર માટે આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ

 જામજોધપુર : કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ કરોડ પરિવાર અને ૫૦ કરોડ લોકોને પ લાખ રૂ. સુધીની સ્વાસ્થ્ય વિમા આપવાના લક્ષ્યાંક સાથે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના જાહેર કરેલ છે. તે માટેનું કાર્ડ જે તે શહેરમાં નિયત સ્થળે કઢાવવુ પડે છે. જેથી આ કાર્ડના આધારે યોજનાનો લાભ મળી શકે ત્યારે રઘુવંશી પરિવાર દ્વારા લોહાણા જ્ઞાતિ પરિવારો માટે આ આયુષ્યમાન ભારત કાર્ડ જ્ઞાતિ પરિવારોને સહેલાઇથી મળી શકે તે માટે લોહાણા મહાજનવાડી જામજોધપુર ખાતે આયોજીત કેમ્પમાં ૧૫૦ લોકોએ લાભ લીધો હતો.(૪૫.૮)

(11:57 am IST)