Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

જામનગરમાં ''નારી ગુંજન કલબ''ની સ્થાપના નારી ઉતકર્ષ માટે સેવાકિય પ્રવૃતિનો ધ્યેય

જામનગર તા.૨૩: જામનગર ખાતે તાજેતરમાં 'શ્રી  નારી ગુંજન કલબ'ની સ્થાપના વર્ષ ૨૦૧૯ માટે કરવામાં આવેલ. આ સંસ્થા માત્ર મનોરંજન નહીં પરંતુ ધાર્મિક, આર્થિક, આરોગ્ય સહાય, જરૂરીયાત મંદને મદદરૂપ થવા માટે તેમજ દરેક પ્રકારની નારી ઉત્કર્ષ માટેની સેવાકીય પ્રવૃતિઓ ગોઠવી બહેનોને આર્થિક લાભ અપાવવા ધ્યેય નક્કી કરેલ છે.

જેમાં ફાઉન્ડર તેમજ પ્રેસીડેન્ટ તરીકે શ્રીમતી ચંદ્રિકાબેન દૂધૈયાની ટીમ વર્ષ ૨૦૧૯ના માટે પ્રેરણાદાયી શપથવિધિ સમારોહ ડો. કલ્પનાબેન ખંઢેરીયા સ્ત્રી રોગ નિષ્ણાંતના અધ્યક્ષ સ્થાને યોજાયો. મુખ્ય મહેમાન તરીકે હરીદાસ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રેસીડેન્ટ જીતુભાઇ લાલ તથા જામખંભાળીયાથી મીસ્ત્રી ધીરૂભાઇ અઘાડા આમંત્રિત અતિથીઓમાં વિઝન કલબનાં ફાઉન્ડર મીનાબેન દોશી, હીનાબેન પાટડીયા, પ્રવિણાબેન રૂપડીયા, રેકી માસ્ટર શ્રીમતી દીનાબેન દવે, મીનાબેન દાસાણી, હસમુખભાઇ મુંગરા હાજર રહેલ હતા.

વર્ષ ૨૦૧૯નાં હોદ્દેદારો-ફાઉન્ડર+પ્રેસીડેન્ટ શ્રીમતી ચંદ્રિકા દૂધૈયા, સેક્રેટરી અલ્પા સીનરોજા, ટ્રેઝરર સરોજ કુબાવત, વા. સેક્રેટરી કાજલ પાંઉ, દમયંતિબેન વડગામા, લાભુબુને અંબાસણા, હેત્વીબેન દૂધેૈયા, રેખાબેન નિમ્બાર્ક સરોજબેન રાઠોડ તેમજ કુંદનબેન મોટલાની નિમણૂંક કરવામાં આવી હતી. શપથવિધિ સમારોહમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળનાં પૂર્વ પ્રેસીડેન્ટ શ્રી વિષ્ણુભાઇ ધોળકીયાએ ફરજ બજાવી હતી.

આ પ્રસંગે જીતુભાઇ લાલે શ્રી નારી ગુંજન કલબનાં પ્રેસીડેન્ટ તેમજ તમામ કમીટી મેમ્બર્સને બિરદાવ્યા હતા. તેમજ સરકાર શ્રી તરફથી મળતા સરકારી લાભો લેવા અનુરોધ કરેલ, ડો. શ્રી કલ્પનાબેન ખંઢેરીયા એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે જાન્યુ. માસ એટલે દેશભકિતની યાદ તાજી કરવા માટે બહેનો માટે દેશભકિત ગીત કોમ્પીટીશન તેમજ અન્ય ડ્રેસીંગ કોમ્પીટીશન રાખેલ હતી. સરપ્રાઇઝ તથા હાઉસી ગેઇમ રમાડેલ વિજેતાઓને ઇનામ વિતરણ કરેલ. હરીફાઇઓમાં શ્રીમતી નિશાબેન ધોળકીયા તથા કવિતાબેન ચૌહાણે સેવા આપી હતી.

કાર્યક્રમનું સંચાલન દમયંતીબેન વડગામા તેમજ રેખાબેન નિમ્બાર્ક અને આભારવિધિ હેત્વીબેન દૂધૈયાએ કરેલ.(૧.૩)

(10:25 am IST)