Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કાલાવાડમાં વાતોમાં ભોળવી રૂ. ૭૫૯૦ની ચોરી કરી લીધી

જામનગર તા. ૨૩ : કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કવાભાઇ મંગાભાઇ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, સીનેમા રોડ, બાલાજી ઝેરોક્ષની બાજુમાં માધવી ટેઇલર નામની દુકાન પાસે આરોપી ગુલાબભાઇ પોપટભાઇ હોથી રે. કાલાવડવાળાએ ફરીયાદ કવાભાઇને વાતોમાં ભોળવી ફરીયાદીની નજર ચુકવી ફરીયાદી કવાભાઇના હાથમાં રાખેલ રોકડ રૂ. ૭૫૯૦ની ચોરી કરી લઇ જતા ઝડપાઇ ગયેલ છે.

લીમડાચોક પાસેથી દારૂ સાથે ઝડપાયો

કાલાવડ ટાઉનના કોન્સ. પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢાએ ફરીયાદ નોંધાવી છે કે, લીમડા ચોક, સ્ટેટ બેંક પાસે રોડ ઉપર પ્રદ્યુમન દુર્લભરામ નિમાવત રે. કાલાવડનાએ વ્હીસ્કીની બોટલ નં. ૬ કિંમત રૂ. ૩૦૦૦ની રાખી નીકળતા ઝડપાઇ ગયેલ છે.

(11:22 am IST)