Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જામનગરનાં બેડ ગામ નજીક દારૂ-કાર સાથે આરોપી ઝડપાયો

જામનગર તા. રરઃ.. જામનગરમાંથી પોલીસે ૩૦૦ બોટલ દારૂ, કાર સહિત એક શખ્સને ઝડપી પાડીને પુછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પીએસઆઇ કૃણાલ પટેલ, આર. આર. સેલ. રાજકોટના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રઘુભા પરમાર, ચંદ્રવિજયસિંહ ઝાલાની બાતમીનાં આધારે જામનગર - ખંભાળીયા હાઇવેનાં બેડ ગામ પાસે આવેલ રામ મંદિર નજીકથી આરોપીને ઝડપી પાડેલ છે.

પોલીસે પ્રભાતસિંહ ઉર્ફે મુન્નો રણજીતસિંહ જાડેજા (રહે. ગાયત્રીનગર, ખંભાળીયા) ને દારૂની ૩૦૦ બોટલ રૂ. ૧.પ૦ લાખ, કાર મોબાઇલ સહિત રૂ. ૬.પ૧ લાખનો મુદામાલ જપ્ત કરીને સિકકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી છે. (પ-ર૪)

(3:49 pm IST)