Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબીમાં દરેક પક્ષના ચૂંટણી કાર્યાલયોમાં મોડી રાત સુધી ધમધમાટ.

રાત્રે ચૂંટણી કાર્યાલયોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમેટી પડી ક્યાં-ક્યાં વિસ્તારમાં સભા, રેલીઓ અને ડોર ટૂ ડોરના પ્રચાર અંગે થતી ચર્ચા વિચારણા

 મોરબી માળીયા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની રાજકીય પક્ષોએ મુખ્ય ચૂંટણી કાર્યાલયો ખોલીને ઝાંઝવતી પ્રચાર વેગવતો બનાવી દીધો છે. ખાસ કરીને ચૂંટણી કાર્યાલયોમાં ધમધમાટ ચાલે છે. ભજીયા, ચા-પાણી, માવાની સહિતની જ્યાફ્ત ઉડે છે. રાત્રે ચૂંટણી કાર્યાલયોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમેટી પડી ક્યાં-ક્યાં વિસ્તારમાં સભા, રેલીઓ અને ડોર ટૂ ડોરના પ્રચાર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે છે.

મોરબીના ચૂંટણી કાર્યાલયોમાં રાત્રીના 9 વાગ્યાથી સમર્થકોના ટોળે ટોળા ઉમટી પડે છે. જે તે પાર્ટીના ઉમેદવાર અને મુખ્ય જવાબદારી વહન કરનાર પાર્ટીના હોદેહાર સાથે સમર્થકોની મોડી રાત સુધી મીટીંગો ચાલે છે. આ મીટીંગોમાં સૌથી વધુ મત ક્યાં વિસ્તારમાંથી મળશે અને જે જે વિસ્તારમાં તેમની વોટ બેન્ક ન હોય ત્યાં મત મેળવા કે અન્યના મતો કાપવા શુ શુ કરવું તે ખાસ ચર્ચાનો મુદ્દો હોય છે. સનર્થકો આખા દિવસમાં કરેલી ચૂંટણી પ્રચારની કામગીરીનો અહેવાલ આપે છે એના આધારે મત મેળવવા ક્યાં ક્યાં રેલીઓ કરવી, સભા કરવી, કે ડોર ટુ ડોર પ્રચાર કરવો એ અંગે નિર્ણય લેવાય છે. ચૂંટણી શામ દામ દંડ ભેદની નીતિને આધારે લડાતી હોય એ મુદ્દાને ધ્યાને રાખીને ખાસ વ્યૂહરચના ઘડવામાં આવે છે.જો કે હજુ મુખ્ય ચૂંટણી કાર્યાલયો ખુલ્યા હોય ત્યારે હવે પછી દરેક વિસ્તારમાં શેરી ગલીએ પણ નાના મોટા કાર્યાલયો ખુલશે. પણ એકંદરે ઝૂલતા પુલ દુર્ઘટનાના શોકની વચ્ચે મોરબીના ચૂંટણીનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. હાલ ચૂંટણી કાર્યાલયોમાં આવતા સમર્થકો માટે ચા-પાણી, ભજીયા, ઢોકળા, ગાંઠિયા, પુરી ભાજી સહિતના નાસ્તા અને માવાની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. એકંદરે ચૂંટણી કાર્યાલયોમાં મોડી રાત સુધી ધમધમાટ જોવા મળી રહ્યો છે

(12:52 am IST)