Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબી પાસે હોટેલમાંથી ૪૮ બોટલ દારૂ પકડાયો : મુકેશની ધરપકડ

હળવદના જુના દેવળીયા ગામે દારૂના જથ્‍થા સાથે જયદીપ જોષી પકડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રરઃ મોરબી તાલુકામાં હોટલમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે ઍક યુવકની  તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

પ્રા વિગતો મોરબી માળીયા હાઇવે શોખડા ગામના પાટીયાની સામે તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ઍ દરમિયાન આરોપી મુકેશ હનુમાનરામ બેરડની કબજા ભોગવટા વાળી બાલાજી હોટલ (પિતૃકૃપા હોટલ)માં પોલીસે તપાસ કરી હતી. જયાં ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ બોટલો નંગ-૪૮ કી.રૂ.૩૧૭૮૫ નો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

તેમજ મોરબીની ઍલ.સી.બી. પોલીસની ટીમ ચોક્કસ બાતમીને આધારે આરોપી જયદિપ ઉર્ફે દિપક કૌશિકભાઇ જાષીના જુના દેવળીયા ગામે આવેલ રહેણાંક મકાનમાં દરોડા પાડી દારૂના ૧૮૦ મીલીના પાઉચ નંગ ૧૭ કિ. રૂ. ૧૭૦૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસની સઘન પુછપરછમાં સામે આવ્યું હતું કે ઇમરાન કરીમભાઇ સંધવાણી પણ આરોપી જયદિપ સાથે જાડાયેલો છે. જેથી ઍલ.સી.બી. પોલીસે બંને વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:39 pm IST)