Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કેશોદના કોયલાણા ગામનો બુટલેગર પાસા તળે જેલમાં

કેશોદ તા. રરઃ કેશોદ તાલુકાના કોયલાણા ગામના પ્રોહી બુટલેગર જિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા વિરૃધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ ઇસમને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પો. ઇન્સ. જે. એચ. સિંધવના માર્ગદર્શન હેઠળ પો. સ. ઇ. જે. જે. ગઢવી તથા એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ. જીતેષ મારૃ, પ્રકાશભાઇ ડાભી તથા પો. કોન્સ. દિપકભાઇ બડવાને હકિકત મળેલ કે સદર પાસા વોરન્ટના આરોપી જીતેન્દ્રસિંહ ઉ.વ. ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે. કોયલાણા ગામ. ૬૬ કે.વી. સબ સ્ટેશનની પાછળ હકિકત આધારે રહેણાંક મકાનેથી પકડી પાડી મજકુર ઇસમને સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ. પો. કોન્સ. રાજેશ્રી દિવરાણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહેલ હતા.

(1:31 pm IST)