Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પડધરી પાસે પકડાયેલ ઘોડીપાસાની કલબ ત્રણ જિલ્લામાં હરતી-ફરતી'તી : ૧૯ પકડાયા

રાજકોટનો મોસીન મોટાણી, મોસીન પઠાણ અને ધ્રોલનો રાજેશ કિહોર ભાગીદારીમાં કલબ ચલાવતા'તા : રૃરલ ક્રાઇમ બ્રાંચે ૧૧.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો :રાજકોટના : ૧૦ જુગારીઓનો પણ સમાવેશ

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૨૨ : પડધરીના થોરીયાળી ગામે વાડીના મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ ઉપર રૃરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી નામચીન જુગારીઓ સહિત ૧૯ શખ્સોને ૧૧.૫૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કલબ રાજકોટ અને ધ્રોલના ત્રણ શખ્સો ચલાવતા હોવાનું અને રાજકોટ, જામનગર તથા મોરબી ઝિલ્લાની હદમાં આ કલબ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ દારૃ જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો. સબ ઇન્સ. ડી.જી.બડવાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ પરમાર તથા નેમીષભાઇ મહેતાને મળેલ હકીકત આધારે પડધરી તાલુકાના થોરીયાળી ગામની સીમમાં આરોપીની વાડીના મકાનમાં 'ઘોડીપાસા' નામનો નશીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ ૧૯ ઇસમોને કુલ કિં.રૃા. ૧૧,૫૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ શખ્સોમાં (૧) રતીલાલ ગણેશભાઇ પીપળીયા (ઉ.૩૯) ધંધો ખેતી રહે. થોરીયાળી તા. પડધરી (ર) રાજેશ દેવદાનભાઇ કિહોર (ઉ.૩૩) ધંધો મજુરી રહે. લતીપુર ગામ તા. ધ્રોલ, (૩) નરેન્દ્ર મગનભાઇ શિંગાળા (ઉ.૩૬) ધંધો ખેતી રહે. થોરીયાળી (૪) અશ્વિન ઉર્ફે ખનો પ્રેમજીભાઇ ગોહિલ (ઉ.૩૬) ધંધો મજુરી રહે. ખોડીયાર કોલોની જામનગર (૫) રાજુ વેરશીભાઇ પરમાર (ઉ.૩૧) રહે. બડેશ્વર વાલસુરા રોડ એસ.એસ.બી. ગેઇટની સામે જામનગર (૬) રવી ભગવાનજીભાઇ પંચમતીયા (ઉ.૩૮) ધંધો વેપાર રહે. ફરસાણનગર શેરી નં. ૧ રાજકોટ (૭) અસ્લમ મહમદભાઇ કલર (ઉ.૩૦) ધંધો મજુરી રહે. ગંજીવાડા શેરી નં. ૧૧ રાજકોટ (૮) અશોક ખટાવભાઇ મંગી (ઉ.૩૫) ધંધો મજુરી રહે. વિશ્રામવાડી શેરી નં. ૫૬ જામનગર, (૯) રાહુલ વાછાભાઇ ગમારા (ઉ.૨૩) રહે. રતીપર ગામ તા. ધ્રોલ (૧૦) અમિન જહુરભાઇ સીંસાગીયામેમણ (ઉ.૩૦) રહે. ધર્મનગર આવાસ યોજના બ્લોક નં. ૨૮/૮૧૯ રાજકોટ (૧૧) દિલાવર ઉર્ફે ઝીંણી સલીમભાઇ મકરાણી (ઉ.૩૦) રહે. જીલ્લા ગાર્ડન ચોક ઘાંચીવાડ ૪/૭ ખુણો રાજકોટ(૧૨) મોસીન મહમદહુશેન પઠાણ (ઉ.૩૩) રહે. ફરસાણાનગર શેરી નં. ૬ જામનગર રોડ, રાજકોટ (૧૩) તનવીર ઉર્ફે તની રફીકભાઇ સીસાગીયા (ઉ.૪૦) રહે. જંગલેશ્વર નશીબ પાન સામે, રાજકોટ (૧૪) કમલેશ ઉર્ફે કમલ ઉર્ફે ટીકુ ગોવિંદભાઇ નેભાણી (ઉ.૩૦) રહે. જુલેલાલનગર શેરી નં. ૪ રાજકોટ (૧૫) મહેશ ઉર્ફે મુનો જેઠાભાઇ વાઘેલા (ઉ.૩૮) રહે. કોમલનગર વામ્બે આવાસ રોડ શેરી નં. ૪ જામનગર (૧૬) સુરેશ રમેશભાઇ જાદવ (ઉ.૪૨) રહે. એરફોર્સ રોડ ન્યુ ઇન્દીરા કોલોની શેરી નં. ૧૩ જામનગર (૧૭) ગૌરાંગ અરવિંદગીરી ગૌસ્વામી (ઉ.૨૯) રહે. ભગવતીપરા મેઇન રોડ શેરી નં. ૧૧ રાજકોટ (૧૮) મનીષભાઇ ખેમચંદ ખંઢેરીયા (ઉ.૩૬) ધંધો વેપાર રહે. શ્રધ્ધા સોસાયટી સીંધી કોલોની રાજકોટ તથા (૧૯) મોસીન ઉર્ફે મોટાણી સલીમભાઇ મોટાણી જાતે સંધી (મુસ્લિમ) (ઉ.૩૧) રહે. ભીસ્તીવાડ શેરી નં. ૧ રાજકોટનો સમાવેશ થાય છે. રૃરલ ક્રાઇમ બ્રાંચે રોકડા રૃા. ૩,૫૦,૦૦૦, ૧૩ મોબાઇલ ફોન કિં.રૃા. ૨,૦૬,૫૦૦ ફોર વ્હીલર કાર નંગ ૩ (રેનોલ્ટ ડસ્ટર, મારૃતી ઇકો તથા જીપ્સી) જેની કિં.રૃા. ૬,૦૦,૦૦૦ સાથે મળી કુલ કિં.રૃા. ૧૧,૫૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામને પડધરી પોલીસને હવાલે કર્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘોડીપાસાની કલબ રાજકોટનો મોસીન મોટાણી, મોસીન પઠાણ તથા ધ્રોલનો રાજેશ કિહોર ભાગીદારીમાં રાજકોટ, જામનગર તથા મોરબી જિલ્લાની હદમાં આ કલબ ચલાવતા હતા. ત્રણેય જિલ્લાની હદમાં જ્યાં જગ્યા મળે ત્યાં અમુક સમયાંતરે હરતી-ફરતી કલબ ચલાવતા હતા.

(1:24 pm IST)