Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કેશોદ ગોપી ગૌસેવા સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમુહલગ્ન

કેશોદ : ગોપી ગૌવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વ્રારા ગૌસેવા સેવાની સાથે એમ્‍બ્‍યુલન્‍સ સેવા તથા મુકતીરથ સેવા અને ઘણી લોકઉપયોગી સામાજિક સેવા કરે છે. આ સેવાની સાથે ગ્રુપ  કેશોદમાં  પ્રથમવાર સર્વ જ્ઞાતિની દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહલગ્ન ચાર ડિસેમ્‍બર રવિવારના રાત્રીના  અક્ષયગઢ મુકામે યોજાવાના હોઈ તેમાં  જુદીજુદી જ્ઞાતિ ની  ૨૧ દીકરીઓ ના લગ્ન નિર્ધારેલ છે. આ લગ્નમાં ૫૧૦૦૦ની કિંમતનો કરિયાવર દાતા ઓના સહયોગથી આપવામાં આવશે.અને સાથે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ આયોજન કરેલ છે.આ સમૂહલગ્નના પ્રથમ ચરણમાં આજે આ દીકરીઓને હિન્‍દુ રિવાજ મુજબ  સમુહ કંકોત્રી લખવામાં આવી હતી. લગ્નગીતો વચ્‍ચે આનંદ સાથે વર કન્‍યા પક્ષ લોકો હાજર રહેલા આ તકે અક્ષયગઢ સ્‍વામિનારાયણ મંદિરના વિજ્ઞાનસ્‍વામી તથા સંતોએ આશિર્વાદ આપેલ હતા. આ તકે ગોપી ગૌવ સેવા ટ્રસ્‍ટના કાર્યકરો હાજર રહેલ કાર્યક્રમનું સંચાલન ભુપેન્‍દ્રભાઈ જોશી એ કરેલ હતુ.

 

(11:58 am IST)