Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ટ્રકમાં તાલપત્રી નીચે છુપાવેલ ૧પ પેટી દારૂ સાથે ઝડપાયેલ જુનાગઢનો શખ્‍સ રીમાન્‍ડ પર

તાલુકા પી.એસ.આઇ. ગઢવી દ્વારા અન્‍ય શખ્‍સોની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રરઃ ટ્રકમાં તાલપત્રી નીચે છુપાવેલ ૧પ પેટી દારૂ સાથે ઝડપાયેલ જુનાગઢનાં ભીમા ભનુ ઓડેદરાને બે દિવસનાં રીમાન્‍ડ પર મેળવી તાલુકા પી.એસ.આઇ. એસ. એ. ગઢવી એ વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢનાં ઝાલણસર-માખીયાળા રોડ પર તાલુકા પી.એસ.આઇ. ગઢવીએ સ્‍ટાફ સાથે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.

જેમાં મહારાષ્‍ટ્રથી આવેલ ટ્રકની તલાશી લેતાં ટ્રકની કેબીન પર તાલપત્રી નીચે છુપાવેલ રૂા. ૯૮પ૦૦ ની કિંમતનો ૧પ પેટી દારૂ મળી આવ્‍યો હતો.

આથી પોલીસે દારૂ અને ટ્રક સાથે જુનાગઢના ભીમા ઓડેદરાની ધરપકડ કરી હતી પુછપરછમાં ભીમાએ જણાવેલ કે, દારૂનો જથ્‍થો મહારાષ્‍ટ્રથી ભરીને આવેલ અને જુનાગઢનાં મધુરમનો અને હાલ કુતિયાણા રહેતો લખમણ ભીખન પરમારનાં હોવાની વંથલીના ધંધુસરનો ભરત રાજશી દિવરાણીયા તેમજ અન્‍ય ગ્રાહકોને આપવાનો હતો.

પી.એસ.આઇ. ગઢવીએ ભીમા ઓડેદરાને બે દિવસનાં રીમાન્‍ડ પર મેળવી. લખમણ અને ભરતની શોધખોળ હાથ ધરી છે.

 

(11:57 am IST)