Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

૮૯ મતક્ષેત્રોમાં નિર્ણાયક તબક્કોઃ જાહેર પ્રચારનું છેલ્લુ અઠવાડીયુ

ચૂંટણી આવતા રાજકીય નેતાઓ કરે શોર, ભરપેટ વચનો સાથે પ્રચાર જોરશોર : સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને દક્ષિણ ગુજરાતને ધમરોળતા પ્રદેશ અને રાષ્‍ટ્રના નેતાઓઃ આવતા મંગળવારે ભૂંગળા બંધ થશે

રાજકોટ, તા., રરઃ રાજય વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણની ૮૯ બેઠકોનું મતદાન તા.૧ ડિસેમ્‍બરે અને બીજા ચરણની ૯૩ બેઠકોનું મતદાન પ ડિસેમ્‍બરે થશે. પહેલા ચરણની સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે જાહેર પ્રચારનું નિર્ણાયક અઠવાડીયું શરૂ થઇ ગયું છે. આવતા મંગળવારે સાંજે પ વાગ્‍યે પ્રચારના ભૂંગળા બંધ થશે.

રાજયમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિકોણીયો જંગ છે. અન્‍ય પક્ષો  અને અપક્ષો પણ મેદાનમાં છે.  નરેન્‍દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ, યોગી આદિત્‍યનાથ, જે.પી.નડા, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, અશોક ગેહલોટ જેવા રાષ્‍ટ્રીય નેતાઓ તેમજ       મુખ્‍યમંત્રી, કેન્‍દ્રીય મંત્રીઓ, વિપક્ષીનેતા, પ્રદેશ પ્રમુખો વગેરે પ્રચારની ધૂમ મચાવી રહયા છે. સ્‍થાનીક અગ્રણીઓ પણ પ્રચારમાં છે.

ભાજપે વિકાસના મુદ્દે ચૂંટણીમાં ઝંપલાવ્‍યું છે.  કોંગ્રેસ, આપ વગેરે વિપક્ષો મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્‍ટાચાર, કાયદો વ્‍યવસ્‍થા વગેરે મુદ્દે ચૂંટણીના મેદાનમાં છે. મોરબીનો     ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના પણ વિપક્ષોએ પ્રચારમાં આવરી લીધી છે. જે તે વિસ્‍તારમાં સ્‍થાનીક મુદ્દાઓ પણ ઉછળી રહયા છે.  અત્‍યારે ઉમેદવારો મુખ્‍યત્‍વે જુથસભાઓ, મોટી સભાઓ, પદયાત્રા, પત્રિકા વિતરણ વગેરે રીતે પ્રચાર કરી રહયા છે. મતદારોને આકર્ષવા જાત જાતના પ્રયોગો થઇ રહયા છે. જ્ઞાતિવાર ચોકઠા ગોઠવાઇ રહયા છે. પ્રચારમાં સોશ્‍યલ મીડીયા, પ્રિન્‍ટ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયા વગેરેનો ઉપયોગ થઇ રહયો છે. આજથી આવતા મંગળવાર સુધી ૮૯ મતક્ષેત્રોમાં પ્રચારના ભૂંગળા ગાજતા  રહેશે. તા.૧ ડિસેમ્‍બરે ગુરૂવારે મતદાન છે.

(11:41 am IST)