Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગાંધીધામ બેઠક ભાજપનો ગઢ: માલતીબેન મહેશ્વરી

ફરીવાર રીપીટ થયા બાદ આ વખતે પણ કચ્છમાં રેકર્ડ સરસાઇ સાથે જીતવાનો વિશ્વાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨

ભાજપે વિધાનસભાની ચુંટણીમાં કચ્છની ગાંધીધામ બેઠક ઉપરથી માલતીબેન મહેશ્વરીને રીપીટ કર્યા છે. કચ્છ જિલ્લા માજ નહીં પણ ગુજરાતમાં પણ આર્થિક સમુદ્ધ શહેર તરીકે ગાંધીધામ ની ગણતરી કરાય છે. કંડલા બંદરના કારણે અહીં વ્યાપક પ્રમાણમાં ઔધોગિક વિકાસ થયો છે. ગત ટર્મમાં કચ્છમાં સૌથી વધુ સરસાઈથી ચુંટાયેલા માલતીબેન મહેશ્વરી શિક્ષિત મહિલા ઉમેદવાર છે. તેમના પિતા રામજીભાઈ ઘેડા કચ્છ ભાજપના પૂર્વ ઉપ્રમુખ રહી ચૂક્યા છે. ગાંધીધામ બેઠક ઉપર પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહેલા ધવલ આચાર્ય ભાજપના કસાયેલા યુવા અગ્રણી છે. મૂળ ગાંધીધામ વિસ્તારમાં જ રહેતા હોઈ અને ફરી બીજી વખત ચુંટણી લડી રહ્યા હોઈ  માલતીબેન આ વિસ્તારથી સુપેરે પરિચિત છે. તેમના પ્રચાર કાર્યમાં પિતા રામજીભાઈ ઘેડાની સાથે પતિ કિશોરભાઈ મહેશ્વરી પણ સક્રિય છે.    ગાંધીધામ વિસ્તારમાં ચાલતા ચુંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે માલતીબેન  આત્મવિશ્વાસ સાથે કહે છે કે, આ વખતે પણ તેઓ સમગ્ર કચ્છ માં સૌથી વધુ બહુમતી સાથે જીતશે.

(10:17 am IST)