Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં દારૂ જુગારની બદી બેફામઃ પોલીસની ખોફ વગર ચાલે છે

ચોટીલામાં જુગાર હાટડા પર પોલીસ ત્રાટકીઃ ધ્રાંગધ્રામાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો

વઢવાણ તા.૨૨: સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના પાટલાઓ ધમધમી રહ્યા છે. શહેર સહિતના વિસ્તારોમાં જુગારીઓના રાફડા ફાટયા છે. જાહેર સ્થળો પર જુગારીઓ પોતાના પાટલાઓ ધમધમાવીને હારજીતનો વિવિધ પ્રકારનો જુગાર રમતા હોય છે.

ચોટીલાના મફતીયાપરા-૨ પીચમાં જવાના રસ્તે જાહેર સ્થળે જુગારધામ ચાલતુ હોવાની બાતમી ચોટીલા પોલીસને મળતા પોલીસે રેડ કરતા જયરાજભાઇ વલ્કુભાઇ ધાધલ, દેવકુભાઇ સોમાભાઇ બાવળીયા, મનુભાઇ નાથાભાઇ બાવળીયા, મહેશભાઇ મનસુખભાઇ પરાલીયા અને મહેશભાઇ ઉકાભાઇ ધરજીયાને જાહેરમાં ગંજીપાનાના પાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતાં ગંજીપાના તથા રોકડા રૂ.૨,૨૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી બનાવની તપાસ એ.એસ.આઇ. ડી.એસ.બારીઆ ચલાવી રહ્યા છે.

જયારે બીજા બનાવમાં દારૂની બાતમીના આધારે પોલીસે ગોઠવી રેડ કરી દારૂ પકડી પાડતા હોય છે. ધ્રાંગધ્રા શહેરના ભગવતધામ ગુરૂકુલ સામે હળવદ રોડ પાસેથી આરોપી મુકેશભાઇ ઉર્ફે લાલો મોહનભાઇ રાઠોડ અને સાગરભાઇ રમેશભાઇ ઠાકોરના કબ્જામાં ઓટો રીક્ષા નં.જીજે-૩૬-યુ-૩૯૧૭ વાળીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ કિ.૪,૮૦૦ તથા ઓટો રીક્ષા કિ.૮૦,૦૦૦ એમ કુલ મુદ્દામાલ કિ.૮૪,૮૦૦ નો ભરી લઇ નિકળતા પકડાઇ ગયેલ હોય જે ઇંગ્લીશ દારૂનો જથ્થો નહી પકડાયેલ આરોપી પોતાના સાગરીત સાગરભાઇ રમેશભાઇ ઠાકોરનો ભરી આપેલ હોવાનું જણાવ્યુ હતુ. ધ્રાંગધ્રા પોલીસે ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

(1:05 pm IST)