Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સાવરકુંડલાની જટીલ ટ્રાફીક સમસ્યા નિવારવા બાયપાસ રોડ ચાલુ કરાવવા નેતાગીરી ટુંકી પડે છે

સાવરકુંડલા બાયપાસ રોડનું કામ પુરૂ થતું ન હોય શહેરમાં રોજેરોજ મુખ્ય બજારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર ઇકબાલ ગોૈરી)

સાવરકુંડલાઃ વર્ષો જુનો અને આમજનતાની સરદર્દ સમા સાવરકુંડલાનો બાયપાસ રોડ શરૈ કરાવવા નેતાગીરી વામળી સાબીત થઇ રહી છે. જનતાની મુસીબતમાં દિનપ્રતિદિન વધારો થઇ રહયો છે. પ્રજાની ધિરજ ખુટી છે, ત્યારે તંત્ર જાગે અથવા નેતા આગળ આવે  તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

સાવરકુંડલા બાયપાસ રોડ શરૂ ન થવાથી શહેરમાં વારંવાર અને દિવસમાં સાતથી આઠ વખત ટ્રાફિક જામ થઇ જાય છે, ત્યારે દર્દીઓને એમ્બ્યુલન્સમાં લઇ જતા હોય ત્યારે પણ ઇમરજન્સીમાં પણ ટ્રાફિક જામ હોય છે.

બાયપાસ રોડ શરૂ ન થવાથી સાવરકુંડલા શહેરમાં  ટ્રાફિક જામ થઇ જવાની ઘટના બનતી રહે છે. બાયપાસ રોડનું કામ પૂર્ણ કરવાના સમય કરતા બે થી અઢી વર્ષ જેવો સમય વધુ વિતી ગયો છે, અને હજુ પણ બાયપાસ રોડનુંકામ પૂર્ણ થયેલ નથી અને તે કામ ગોકુળ ગાયની ગતિએ થઇ રહ્યું છે. છતા પણ તંત્રના અધિકારીઓ અને નેતાગણ કશુ બોલતા નથી જેના કારણે બાયપાસ બનાવે છે તે કોન્ટ્રાકટર તેને મન ફાવે તે રીતે કામ કરે છેઁ, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે, હવે તો ધીરજ ખુટી ગઇ હોય અને રીતે રોષભેર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહયા છે.

આમ છતાં તંત્ર અને નેતાગણ જાગે તે જરૂરી બન્યું છે તેમ લોકોમાંથી સાંભળવા મળેલ છે.

(1:03 pm IST)