Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

તળાજામાં મોબાઇલની ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી

ભાવનગર તા.૨રઃ  તળાજા ના સતત ટ્રાફિક થી વ્યસ્ત રહેતા ગાંધીજીના બાવલા સામે આવેલ મોબાઈલ નિજ ત્રણ દુકાનો ને તસ્કરો એ નિશાન બનાવી હતી. અખેડાની પાછળ ના ભાગે પછવાડું પડતું હોય ત્રણેય દુકાનોની દીવાલમાં બાખોરું પાડવામાં આવ્યું હતું. વેપારીએ પોલીસ મથકમાં તસ્કર વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.

નગરપાલિકા એ વ્યાયામ શાળાની જગ્યામાં બનાવેલ ગાંધીજીના બાવલા સામે આવેલ તાલુકા કોંગ્રેસના આગેવાન હનુભાઈ પરમાર ના એમ.આઈ મોબાઈલ ના શો રૂમ, પ્રાઈમ મોબાઈલ,મામૂ મોબાઈલ શોપ ને તસ્કરો એ ટાર્ગેટ બનાવી હતી.

દુકાનની પાછળ નો ભાગ અખેડા માં પડતો હોય બરાબર અભ્યાસ કરીને જ દીવાલમાં બાકોરું પાડી તસ્કર અંદર પ્રેવેશેલ. જોકે એમ.આઈના શો રૂમમાં પ્લાયઆડી આવીજતા તસ્કરનો અંદર પ્રવેશ થઈ શકયો નહતો. જેને કારણે વીસેક લાખની કિંમતની વસ્તુઓ બચી ગઈ હોવાનું હનુભાઈ પરમાર એ જણાવ્યું હતું.

પ્રાઈમ મોબાઈલ ના સીસીટીવી કેમેરા ના વાયરો કાપી નાખવામાં આવ્યા હતા. તેમાં રહેલા રોકડા ૨૧૫૦૦/-,મોબાઈલ ૨, મેમરી કાર્ડ મળી ચાલીસ હજાર થી વધુની રકમની મતા ચોરી થવા પામેલ. તેમ દુકાન માલિક પંકજ મોહનભાઇ કાપડિયા રે.મોરચંદ વાળાએ જણાવેલ. મામૂ મોબાઈલ માં પ્રવેશી કેમેરા આગળ કચરા સફાઈ ની સ્ટીક મૂકી દીધી હતી. મોબાઈલ ની એસેસરીઝ ચોરાઈ હતી તેમ ંસોડાભાઈ મેદ્યજીભાઈ સાંગણી રે.સખવદર એ જણાવ્યું હતું. બે દિવસ પહેલા પણ ચાલુ દુકાનમાંથી મોબાઈલ ની ચોરી થઈ હતી. બનાવને લઈ દોડી આવેલ પો.સ.ઇ સોલંકી ને સોંડાભાઈ એ બે દિવસ પહેલા મોબાઈલ ની ચોરી બાબતે તપાસ કરવા જણાવ્યું હતું.

તળાજા પોલીસ મથકે શહેર સંગઠન ભાજપ ના પૂર્વ પ્રમુખો પરેશભાઈ જાની, એ.બી.મેર વેપારી આગેવાન ભરતભાઈ ઠંઠ, વેપારીઓ સાથે ફરિયાદ કરવા દોડી ગયા હતા.પંકજભાઇ કાપડિયાની ૨૮૫૬૦/-ની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસે નોંધી છે.

(11:51 am IST)