Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ધોરાજી પાલિકાએ દુકાનોના ભાડામાં વધારો કરતા રજુઆત

ધોરાજીઃ નગરપાલિકાની માલીકીની અંદાજીત રપ૦ કરતા વધારે દુકાનો ભાડે આપેલ તેનું ભાડુ ઓછુ હતું બાદમાં કલેકટરના હુકમથી નવી આકારણી મુજબ ૧૦૦ ગણા કરતા વધારે ભાડાની રકમ ભરવા નોટીસો કાઢતા વેપારીઓએ મંત્રી જયેશભાઇ રાદડીયાને ભાડામાં વધારો નિયમ મુજબ કરેલ નથી એ અંગે રજુઆત કરેલ હતી. શ્રી રાદડીયાએ સરકારમાં રજુઆત કરી યોગ્ય કરાશે તેવુ જણાવેલ હતું.

(11:46 am IST)