Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે હર્બલ ગાર્ડનનું લોકાર્પણ કરતા કલેકટર ડો. મીના

દેવભૂમિ દ્વારકા, તા.૨૨:દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા ખાતે આવેલ સરકારી જનરલ હોસ્પિટલમાં હર્બલ ગાર્ડનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન આજ રોજ કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ તકે કલેકટરે જણાવ્યું કે, સરકાર પણ તંદુરસ્ત નાગરિક માટે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ લાવે છે. તથા જિલ્લાના તમામ પ્રાથમિક તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જયાં જગ્યા હોય ત્યા આવા ગાર્ડન આયુવેદિક રોપા ઉછેર કરવા જોઇએ તેમ જણાવીને પ્રાચીન સમયથી તુલસી, લવીંગ, આરડુસીનાં ઉપયોગ થતો હોવાનું જણાવીને સમગ્ર જિલ્લામાં આયુર્વેદનો પ્રચાર પ્રચાર કરવા અપીલ કરી કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો આયુર્વેદના છોડ વાવે તેવી અપીલ કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના વી.સી. ડો.અનુપ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાડેજા તથા પ્રણામી સંપ્રદાયનાશ્રી કુષ્ણમણિ મહારાજે પ્રાસંગિક ઉદ્ભોધન કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો.મનાણી સુપ્રીન્ટેન્ડ દ્વારા કરાયું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રી પટેલ, સરકારી હોસ્પિટલના કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતા.

સરકારી યોજનાની બાળકોને માહિતી અપાઇ

દેવભૂમિ દ્વારકા : ખંભાળીયા ખાતે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષારથની બસ દ્વારા વિપ્રો નેશનલ સ્કુલના નાના બાળકોને સરકારની વિવિધ યોજનાઓ વિષે માહિતીની બસ દ્વારા ગઇકાલે સવારમાં આપવામાં આવી હતી. સ્કુલના બાળકોને આ બસમાં વિડીયો દ્વારા વિવિધ સરકારી યોજાનાની માહિતીની આપવામાં આવી હતી. જેમાં રાજયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ડાયલ ૧૦૮, મહિલા અને બાળ વિકાસ વિભાગની અભ્યમ ૧૮૧ અને પોલીસ ૧૦૦ હેલ્પલાઇન ઇમરજન્સી સેવાઓ વગેરે જેવી યોજનાની વિપ્રો નેશનલ સ્કુલના બાળકોને વિડીયો દ્વારા આ બસથી માહિતી આપવામાં આવી હતી.

(11:44 am IST)