Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મોરબીના બીલીયા ગામે ડેન્ગ્યું અંગે માહિતી આપવા કલેકટરની ઉપસ્થિતિમાં રાત્રીસભા

સાવચેતી અને તકેદારીના પગલાં અંગે વિસ્તૃત સમજણ અપાઈ

મોરબીના બીલીયા ગામ ખાતે ડેન્ગ્યું અંગે લોકોને જાગૃત કરવા રાત્રીસભા યોજાઈ હતી જેમાં જીલ્લા કલેકટર જે બી પટેલ અને જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રાત્રી સભામાં આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાએ ડેન્ગ્યુ થવાના કારણો, ડેન્ગ્યુના લક્ષણો, તેમજ ડેન્ગ્યુથી બચવાના ઉપાયો જણાવીને સાવચેતી અને તકેદારીના પગલાં અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. નાગરિકોએ ચોખ્ખા પાણી ભરેલા પાત્રોને રોજ ઘસીને સાફ કરવા, બિનજરૂરી અને નકામા પાત્રોનો નીકાલ કરી ડેન્ગ્યુ મચ્છરના ઇંડા તેમજ પોરાનો નિકાલ કરવાની સમજણ આપી હતી.

રાત્રીસભામાં જીલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા પણ લોકોને ડેન્ગ્યુથી બચવા માટે તકેદારી રાખવા, નકામા પાત્રોનો નિકાલ કરી ડેન્ગ્યુના નવા મચ્છર બનતા જ અટકાવી ડેન્ગ્યુને જડમુળથી નાબૂદ કરવાના કામમા મોરબી જિલ્લા તંત્ર સાથે સહભાગી થઈ મોરબીને ડેન્ગ્યુ મુક્ત કરવા માટે લોકો ને અપીલ કરવામાં આવી હતી..

 

(12:47 am IST)