Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મગફળી ખરીદીમાં ઓછી મજુરી ચુકવવા મુદ્દે ૪ જિલ્લાના મજુરો દ્વારા ઉપવાસ આંદોલનની ચિમકી

મજુર સંગઠન દ્વારા ધોરાજી પ્રાંત કચેરીમાં આવેદન

 ધોરાજી તા.૨૨: ધોરાજી ખાતે રાજકોટ, સોમનાથ, જુનાગઢ અને પોરબંદર વિસ્તારમાં મજુરી કામ કરતા સંગઠન દ્વારા પોતાને અન્યાય થતો હવાના મુદ્દે ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

જેમાં જણાવેલ કે રાજકોટ, જુનાગઢ, સોમનાથ, પોરબંદર જિલ્લામાં મજુર સંગઠન સરકાર શ્રી દ્વારા આવતી ટેકાના ભાવની મગફળી ખરીદીમાં મજુરી કામ કરીએ છીએ ૧૫-૧૧-૧૮ થી માલની ખરીદીમાં મજુરો દ્વારા ગુણીઓ ઉતારવા, વજન કરવા, કોથળા સિલાઇ, અને ગાડી લોડીંગ કરવાની કામગીરી કરીએ છીએ જે પ્રમાણમાં સરકાર દ્વારા અપાતું મહેનતાણું (મજુરી) નિયમ મુજબ મળતું નથી વચેટીયા દ્વારા વચ્ચેથી મજુરીની રકમ ઓળવી જવાઇ છે. અધિકારીની હાજરીમાં અમો પુરતુ કામ કરતા હોવા છતા તેમની હાજરીમાં જ અમને પુરૂ મહેનતાણું મળતું નથી.

માંગણી મુજબ પ્રાથમિક સુવિધા, સલામતીનું નિરાકરણ, અકસ્માત દરમિયાન સહાય, મજુરી કામનું પુરૂ વળતર, ભથ્થુ, ભોજન આપવા માટેની મજુર સંગઠન ની માંગણી સત્વરે ન ઉકેલાય તો રર-૧૧-૧૮થી ઉપવાસ આંદોલનની ચિમકી અપાઇ હતી.

(3:27 pm IST)