Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કાલે રાજકોટમાં અમિત ચાવડા-ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની મહત્વની બેઠક

જસદણ વિધાનસભા પેટાચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસમાં ધમધમાટ : સૌરાષ્ટ્રભરના આગેવાનોની ઉપસ્થિતિ : કામગીરીઓ થશે સુપ્રત

રાજકોટ તા.૨૨: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને અનુલક્ષીને આવતીકાલે સવારે ૧૧ વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના કોંગી અગ્રણીઓની બેઠક નાગર બોર્ડીંગ ખાતે યોજાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્રના કોંગ્રેસી અગ્રણીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે તેઓ સાથે પ્રદેશના બન્ને નેતાઓ વિચાર-વિમર્શ કરશે અને જરૂરી માર્ગદર્શન આપશે.

(3:27 pm IST)