Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કચ્છના ટપ્પર વિસ્તારમાં મળ્યા 1.1 કરોડ વર્ષ જૂના અવશેષો

માનવના પૂર્વજ પૂંછહીન વાનરના એક કરોડ વર્ષ જૂના અશ્મિ મળ્યા

કચ્છમાં માનવના પૂર્વજ પૂંછહીન વાનરના એક કરોડ વર્ષ જૂના અશ્મિ મળ્યા છે. મળી આવેલું અશ્મિ એક કરોડ વર્ષ પુરાણું હોવાનું પૃથ્થકરણ એક્સરે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી દ્વારા વૈજ્ઞાનિક ઢબે જણાયું છે. હિમાલય બાદ ભારતમાં દ્વિતીય અવશેષ માત્ર કચ્છમાં મળ્યા છે.

 

  ટપ્પર વિસ્તારમાંથી માનવના પૂર્વજ વાનરના જડબાના 1.1 કરોડ વર્ષ પુરાણા અવશેષો મળ્યા છે. પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયેલી દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ એશિયાના વસવાટ કરતી વાનર પ્રજાતિ એપના અંગ્રેજી નામથી ઓળખાય છે.

 પ્રજાતિ દેખાવે ગોરીલા અને ચિમ્પાન્જી જેવી લાગે છે. સંશોધનપત્રમાં ઉલ્લેખ મુજબ શિવાપીથેકસના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી જીનસના જડબાના હાડકાના જીવાશ્મી ટપ્પરમાંથી મળી આવ્યા હતા.

(12:37 pm IST)