Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

એસટી બસની બારી ખોલતા આખા કાચનો ભુક્કો બોલી ગયો

વઢવાણ, તા. ૨૨ : સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં સુરેન્દ્રનગર-લીંબડી સુરેન્દ્રનગર રૂટની બસમાં મંગળવારે બપોરે બેસતા હતા. એક મુસાફર બસની સીટમાં બેસીને બારીનો કાચ ખોલતા હતા. એવામાં એકાએક બારીનો આખેઆખો કાચનો ભૂક્કો બોલી જતાં મુસાફરો આશ્ચર્યમાં મૂકાઇ જઇને હવે તો એસટીને અડવામાં પણ જોખમ છે તેવી મુસાફરો બોલી ઉઠ્યા હતા. ઘટનામાં મુસાફરને કોઈ ઈજા ન પહોંચતા મુસાફરોએ રાહતનો દમ લીધો હતો.

(12:09 pm IST)