Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વાંકાનેરની યુ-ટયુબસ્‍ટાર ટબૂકડી ધ્‍યાનીએ કર્યુ ફિલ્‍મનું પ્રમોશન

અમદાવાદ ખાતે ‘મિડનાઇટ વિથ મેનકા' ફિલ્‍મના કલાકારો મલ્‍હાર ઠાકર, ઇશા કંસરા સાથે ધ્‍યાનીની યુ-ટયુબ ચેનલ માટે સ્‍પેશિયલ એપિસોડ શુટ કરાયો

રાજકોટઃ વાંકાનેરમાં રહેતી અને યુ-ટયુબ સ્‍ટાર તરીકે ઓળખાતી ટબૂકડી ધ્‍યાની જાનીને તાજેતરમાં ફિલ્‍મ ‘મિડનાઇટ વિથ મેનકા'ના પ્રમોશન માટે અમદાવાદ આમંત્રીત કરવામાં આવી હતી. જ્‍યાં તેણે આ ફિલ્‍મના કલાકારો મલ્‍હાર ઠાકર, ઇશા કંસારા, હાર્દિક, વિનીતા સાથે પોતાની યુ-ટયુબ ચેનલ માટે ખાસ એપિસોડનું શુટીંગ કર્યુ હતું. આ એપિસોડનું રાઇટીંગ ધ્‍યાનીના પિતા ધવલ જાનીએ કર્યુ છે. ધ્‍યાની યુ-ટયુબ ચેનલમાં ૩ લાખ ૭૫ હજાર સબસ્‍ક્રાઇબર્સ અને ૧૦ કરોડથી વધુ વ્‍યુઝ ધરાવે છે. નાનકડી દિકરીની આ લોકપ્રિયતાથી પિતા ધવલ જાની અને માતા જેનીશ જાની ખુશખુશાલ છે.

(11:48 am IST)