Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો

વહેલી સવારે ઠંડીમાં વધારો

રાજકોટ, તા. રર : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડક અને ગરમી સાથે મિર રૂતુનો માહોલ બરાબરનો જામ્‍યો છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીની અસર વર્તાય છે, જેના કારણે શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે. સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચો ઉતરી જાય છે જયારે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.વહેલી સવારના ઠંડીની અસર બાદ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની વધુ અસર અનુભવાય છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા આકરા ઉનાળાનો અહેસાસ થાય છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ-૩૩.૮, લઘુતમ-૧૭.૯, ભેજ-૬૭ ટકા, પવન-ર.પ કિ.મી. રહ્યો છે.

કયાં કેટલુ તાપમાન

શહેર   લઘુતમ તાપમાન

અમદાવાદ   ૧૯.૩ ડીગ્રી

ડીસા         ૧૯.૩ ''

વડોદરા     ર૧.૦ ''

સુરત        ર૩.૦ ''

જામનગર    ૧૭.૯ ''

રાજકોટ      ૧૮.૦ ''

ભાવનગર   ર૧.૪ ''

પોરબંદર    ૧૯.૧ ''

વેરાવળ     ર૧.૮ ''

દ્વારકા        રર.૪ ''

ઓખા        રપ.૪ ''

ભુજ         ર૦.ર ''

નલીયા      ૧૬.૮ ''

સુરેન્‍દ્રનગર  ૧૯.૬ ''

ન્‍યુ કંડલા    ૧૯.ર ''

કંડલા એરપોર્ટ     ૧૯.૦       ''

અમરેલી     ૧૬.૭ ''

ગાંધીનગર   ૧૬.૦ ''

મહુવા       ૧૭.૧ ''

દીવ         ૧૬.પ ''

વલસાડ     ૧૮.૬ ''

વલ્લભ વિદ્યાનગર ર૧.પ       ''

(11:46 am IST)