Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અનામત ભંડોળની ૭પ ટકા રકમ ઘાસચારા માટે વાપરવાની દૂધ મંડળીઓને મંજુરી આપવા માંગણી

જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાની વિજયભાઇ રૂપાણીને રજુઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. રર : જસદણના પૂર્વ ધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડ જસદણ અને રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર  પાઠવીને અનામત ભડોળની ૭પ ટકા રકમ ઘાસચારા માટે વાપરવાની દૂધ મંડળીઓને મંજુરી આપવા માંગણી કરી છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં પાંજરાપોળ તથા ગૌશાળના પશુ દીઠ રોજની રૂ. રપ લેખે સહાય આપવાની જે જાહેરાત કરેલ છે તે આવકારદાયક અને અભિનંદનને પાત્ર છે. ખેડૂતો તથા પશુપાલકો તેમજ ખેતમજુરોના પોતાની માલિકીના પશુઓ માટે સહાયની કોઇ જગવાઇ કરવામાં આવેલ નથી.

ગામડામાં જે પશુપાલકો દૂર મંડળીઓમાં દૂર ભરે છે. તેઓની દુધની આવકમાંથી વરસ આખરે દૂધ મંડળીમાં જે નફો થાય તે રકમમાંથી (૧) અનામત ભંડોળ (રપ ટકા) (ર) ધર્માદા ફંડ (૩) સહકાર પ્રચાર ફંડ (૪) પશુ સુધારણા ફંડ (પ) દૂર ઘર ઘસારા ફંડ (૬) કર્મચારી બોનસ ફંડ (૭) ડેડ સ્ટોક ઘસારા ફંડ (૮) દૂધ સંઘ શેર ફાળા વિગેરેના નામે નકકી થયેલ ટકાવારી મુજબ રકમ કપાત કરવામાં આવે છે. આ રકમ બાદ થયા પછી સભાસદો/ ગ્રાહકોને બોનસ રૂપે ફાળવણી કરી છે.

ભીખાભાઇ  બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે નફાની મોટાભાગની રકમ ભંડોળ કે ફંડના નામે કપાત કરવામાં આવે  છે અને જે રકમ મંડળીના ખાતામાં બેંકમાં જમા રહે છે અને તેનો કોઇ ઉપયોગ થઇ શકતો નથી જેથી દૂધ ભરતાં ગ્રાહકોને બહુ જ સહન કરવાનું આવે છે. કપાત થતી રકમમાં સરકાર કે અન્ય કોઇનું હિત નથી. આ રકમ દૂભ ભરવાવાળાની જ છે. હાલમાં દરેક દૂધ મંડળીઓમાં લાખો રૂપિયા બિન વપરાયેલ રકમ તરીકે જમા છે. પરંતુ અન્ય પશુપાલકોને કોઇ મદદ આપવામાં આવી નથી.

 હાલમાં કોરોનાના સમયમાં અતિવૃષ્ટિને લીધે ઘાસચારાની અછત છે તેવા સંજોગોમાં દૂધ મંડળીઓમાં જમા રહેલ અનામત ભંડોળની ખરીદી માટે વાપરવાની મંજુરી આપવા ભલામણ કરવામાં આવે છે. આ રકમ દૂધ મંડળીઓની હોવાથી સરકારે એક પણ પૈસાનું ખર્ચ કરવાનું રહેતુ નથી.

વિશેષમાં સરકારે આ દૂધ મંડળીઓમાં કપાત કરવામાં આવવા ભંડોળ કે ફંડની રકમ કપાત કરવાની જોગવાઇ રદ કરવી જરૂરી છે. કારણ કે આ જોગવાઇના લીધે દૂધ ભરતા ગ્રાહકોને થતો અન્યાય દૂર કરવા માંગણી કરી છે.

(3:11 pm IST)