Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રાષ્ટ્રપ્રેમની વાતો કરતી ભાજપ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય તે રીતે પક્ષનાં રાષ્ટ્રીય નેતાના સંબંધીને પાણીનાં મૂલ્યે જમીન ફાળવી દીધી : કચ્છની અબજો રૂપિયાની જમીન ૧ રૂપિયાથી ૧૫ રૂપિયાના નજીવા ભાવે ભાજપ સરકારે તેમના મળતીયા કંપનીઓને લુંટાવી દીધી : ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા – ખેડૂત, ખેતી અને હિંદુસ્તાનને બરબાદ કરશે: ખેડૂત બન્યો મજબૂર, ભાજપના મળતિયા બન્યા મજબૂત : "બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? દરરોજ ૧૨૦ કરતા વધુ નાગરીકો, યુવાન-યુવતીઓ આત્મહત્યા, દરરોજ ૩-૪ દિકરી – મહિલાઓ ઉપર બળાત્કાર એ ભાજપ સરકારમાં કથળતી કાયદો વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી

કચ્છમાં ચુંટણી પ્રચારનો ઝંઝાવાત- કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીની ભાજપ સામે સટાસટી

(ભુજ) કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ. શાંતિલાલ સેંઘાણીનાં પ્રચાર માટે કચ્છ – ભુજ ખાતે પત્રકાર પરિષદમાં શિક્ષણ, રોજગાર,આરોગ્ય,કાયદો વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકારે દેશના ગરીબ – સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો જ્યારે ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે ભાજપ સરકાર ઓછી સંખ્યાના નામે ગુજરાતમાં ૫૨૨૩ જેટલી સરકારી શાળાઓને તાળા મારી રહી છે. જેમાં કચ્છ – સૌરાષ્ટ્રની ૮૨૮ જેટલી શાળા પૈકી કચ્છમાં ૧૮૨ શાળાઓને તાળા લાગી રહ્યાં છે.  કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫૦૦૦ કરતા વધારે શાળામાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૨૦૧૧માં ગુજરાતને કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી પણ સરકારે તેનો યોગ્ય ઉપયોગ ન કર્યો, કોમ્પ્યુટર શિક્ષકની ભરતી નાં કરી અને અંતે સરકારે કોમ્પ્યુટર લેબને તાળા મારવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં રમતગમતનાં મેદાન વગરની ૬૯૨૧ શાળાઓમાંથી કચ્છ જિલ્લામાં ૨૬૨ શાળામાં મેદાન નથી શુ આ રીતે રમશે ગુજરાત? શીખશે ગુજરાત? ગુજરાતમાં ૨૦૦૦૦ ઓરડાની પ્રાથમિક શાળામાં ઘટ છે જેમાં કચ્છમાં ૫૬૮ શાળા ઓરડાની ઘટ છે.રાજ્યમાં ટેટ-ટાટ, એલઆરડી, ગ્રામ સેવક, તલાટી, બિનસચિવાલય કલાર્ક, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર સહિતની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, પેપર ફુંટવા, લાખો રૂપિયાની લેવડદેવડ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. રાજ્યના લાખો યુવાનો સાથે છેતરપીંડી થઈ રહી છે. ભાજપ સરકારે વિવિધ ભરતી પરીક્ષાની ફોર્મ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લીધી છે. ટેટ-ટાટની શિક્ષક ભરતીની જાહેરાત ત્રણ વર્ષ જેટલો સમય થયા છતાં અટકેલી તેમજ લટકેલી છે. ગુજરાતમાં ૪૩૪૬૬૩ કરતા વધુ શિક્ષિત અને ૨૩૪૩૩ અર્ધ શિક્ષિત એટલે કે ૪૫૮૯૭૬ કુલ નોંધાયેલ બેરોજગાર જયારે ન નોંધાયેલ ૩૫ લાખ કરતા વધુ યુવાનો રોજગાર માટે રાહ જોઈને બેઠા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે રોજગાર કચેરીનાં માધ્યમથી ૩૩ જિલ્લાના ૨૨૩૦ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. જેમાં કચ્છમાં નોંધાયેલ ૧૫૦૫૨ બેરોજગાર યુવાનમાંથી માત્ર ૪ યુવાનોને સરકારી નોકરી મળી છે. ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડૉક્ટર વિનાનુ દવાખાનુ ભાજપ સરકારની નીતિ રહી છે.

રાજ્યમાં બે વર્ષમાં સરકારી હોસ્પિટલમાં જન્મેલ ૭૧૭૭૪ બાળકો પૈકી ૩૪૭૨૭ બાળકો સીક ન્યુ બોર્ન કેર યુનિટમાં દાખલ થયા જેને સારવાર દરમિયાન ૧૫૦૧૩ બાળકો મૃત્યુ થાય એટલે કે દર બે દિવસે ૪૧ બાળકો મૃત્યુ પામે છે.કચ્છમાં સરકારી હોસ્પિટલમાં જન્મેલ ૨૯૯૨ બાળકો પૈકી ૪૮૭ બાળકો સીક ન્યુ બોર્ન યુનિટમાં દાખલ થયા તેમાંથી ૩૬૬ બાળકોનું સારવાર દરમિયાન મોત થયા. રાજ્યમાં કેન્સરથી દરરોજ ૩ કરતા વધુ અને ક્ષય(TB)થી દરરોજ ૧૪ જેટલા લોકોનાં મોત થાય છે. રાજ્યની સરકારી / જનરલ હોસ્પિટલમાં ૪૬૪૪, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૯૧૬ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૩૮૯૫ જગ્યાઓ ખાલી છે. ભરાયેલ જગ્યાઓ પૈકી મોટા ભાગની જગ્યાઓ વર્ગ-૩ અને વર્ગ-૪ની કોન્ટ્રાક્ટ અને આઉટ સોરસિંગથી ભરાયેલ છે.જ્યારે વર્ગ-૧,૨ અને વર્ગ૩ની ૪૫% જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. કચ્છમાં સરકારી-જનરલ હોસ્પિટલમાં ૯૪ માંથી ૩૨, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૫૮૫ માંથી ૩૭૯ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૧૮ માંથી ૬૩ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે.આ છે આરોગ્યની વાસ્તવિક સ્થિતિ.

કચ્છની અબજો રૂપિયાની જમીન ૧ રૂપિયાથી ૧૫ રૂપિયાના નજીવા ભાવે ભાજપ સરકારે તેમના મળતીયા કંપનીઓને લુંટાવી દીધી. સરકારી પડતર, ખરાબો, ગૌચરની લાખો એકર જમીન પાણીના ભાવે પોતાની મળતીયા કંપનીઓને પધરાવી દીધી. આવા અનેક કૌભાંડો-ભ્રષ્ટાચારથી એકઠા કારેલ કરોડો રૂપિયા ધારાસભ્યોને ખરીદવા છેલ્લા ઘણા સમયથી ઉપયોગ થઈ રહ્યો છે.રાષ્ટ્રપ્રેમની વાતો કરતી ભાજપ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય તે રીતે પક્ષનાં રાષ્ટ્રીય નેતાના સંબંધીને પાણીનાં મૂલ્યે જમીન ફાળવી દીધી. આ છે ભાજપાનું ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરો.કચ્છના યુવાનો બેરોજગારીનો સામનો કરે અને ઉદ્યોગપતિઓ મજા કરે, પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી ૩૬૦ કરોડના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલ ખાનગી ઉદ્યોગગૃહને સોંપી કચ્છના લાખો નાગરિકો માટે આરોગ્ય સેવા છીનવી લીધી.ભાજપ સરકાર હંમેશા ઉદ્યોગપતિઓની સરકાર રહી છે. ઉદ્યોગપતિઓની મદદ કરવાની હોય, ઉદ્યોગપતિઓના ટેક્ષ માફ કરવાના હોય એને લાભ આપવાનો હોય તો સરકારી તિજોરીઓ ખુલ્લી મુકવામાં આવે છે. અને બીજી બાજુ જ્યારે કોરોના – લોકડાઉનને કારણે લોકો આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઈ છે. લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે. એવા સમયમાં વિદ્યાર્થીઓની એકસત્ર ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો કરતા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી અને એક પછી એક ખોટી જાહેરાતો કરી લોકોને લોલીપોપ આપી રહી છે. ભાજપ સરકારની ભૂલોને કારણે વહીવટી અણઆવડત અને સંકલનના અભાવને કારણે કોરોના આજે આખા ગુજરાતમાં જે પ્રસર્યો છે અને જેથી ૪૦૦૦ કરતા વધારે લોકોના મોત થયા. કોરોના મહામારીની આફતને પણ ભાજપએ ભ્રષ્ટાચારનો અવસર બનાવી દીધો.

"બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ભાજપ સરકારનાં શાસનમાં કથળતી કાયદો વ્યવસ્થા અને મહિલા સુરક્ષામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકાર પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનાં અહેવાલમાં ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની મહિલા-દીકરીઓની સુરક્ષાના દાવાની પોલ ખોલી નાખી છે.ગુજરાતમાં દરરોજ ત્રણ મહિલા-દીકરીઓ બળાત્કારનો ભોગ બને છે જે શરમજનક બાબત અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં ૨૭૨૦ જેટલા બળાત્કારની ઘટના થઈ જે દર્શાવે છે કે ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. ક્રાઇમ રેકર્ડ બ્યૂરો(NCRB)ના અહેવાલ મુજબ અમદાવાદમાં બળાત્કારની ઘટનાઓમાં ૨૨ ટકા જ્યારે સુરતની ઘટનાઓમાં ૪૨ ટકા જેટલાઓ વધારો થયો છે. નલિયાકાંડ, જામનગર,જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ આંધળી-બેહરી ભાજપ સરકાર કોઈ સખત પગલાં ભરવાની જગ્યાએ માત્ર કાગળ પર કાર્યવાહી કરી સંતોષ કેમ માને છે? મહિલાઓ-દીકરીઓની છેડતીની ઘટનાઓનો પણ મોટો વધારો થયો છે. ગુજરાતમાં ૧૦૪૮ જેટલી છેડતી- ૫૮૯૭ અપહરણ જેવી ગંભીર ઘટનાથી સ્પષ્ટ થાય છે સલામત ગુજરાતના વાયદા કરતી ભાજપ સરકાર માં મહિલાઓ -દીકરીઓ અસલામત બની છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં લુંટ-૨૪૯૧, ખૂન-૨૦૩૪, ધાડ-૫૫૯, ચોરી-૨૫૭૨૩, બળાત્કાર-૨૭૨૦, અપહરણ-૫૮૯૭, આત્મહત્યા-૧૪૭૦૨, ઘરફોડ ચોરી-૭૬૧૧, રાયોટીંગ-૩૩૦૫, આકસ્મિક મૃત્યુ-૨૯૨૯૮, અપમૃત્યુ-૪૪૦૮૧ અને ખૂનની કોશીષ-૨૧૮૩ બનાવો નોંધાયા છે. ભાજપ સરકારના શાસનમાં બે વર્ષમાં ૧૪,૭૦૨ આત્મહત્યાના બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૨૦ નાગરીકોએ જીવન ટુંકાવવાની ફરજ પડી. ખૂનના ૨,૦૩૪ બનાવો એટલે કે દરરોજ ૨-૩ ખૂનના બનાવો, બળાત્કારના ૨,૭૨૦ બનાવો એટલે કે દરરોજ ૩-૪ બળાત્કારનો દીકરી – મહિલાઓ ભોગ બની રહી છે.  

ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાથી ખેડૂત ખેતી અને હિન્દુસ્તાન બરબાદ થશે. ચૂંટણી પ્રચારમાં ખેડૂતની આવક બમણી કરવા ટેકાના ભાવ દોઢ ગણા કરવાનું વચન આપનાર ભાજપ સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખુબ મોટુ નુકસાન ગુજરાતના ખેડૂત – ખેતી ભોગવી રહ્યાં છે. ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની ગઈ છે. ખાનગી વિમા કંપનીઓએ કુલ ૨૮૨૨ કરોડ જેટલી માતબર રકમ ખેડૂત પાસેથી પ્રિમિયમ પેટે વસૂલ કરી જેમાંથી માત્ર ૪૦ ટકા જેટલી રકમ વળતર પેટે ચૂકવવામાં આવી. બિયારણ કૌભાંડ, મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ, પાકવીમા કૌભાંડ, જમીન માપણી કૌભાંડ, સહિતના અનેક ભ્રષ્ટાચારને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે.

કચ્છ જીલ્લામાં કથળતી કાયદો – વ્યવસ્થાની સ્થિતિની વિગત

લુંટ ૮૫ બળાત્કાર ૧૨૮

ખૂન ૮૩ અપહરણ ૧૪૩

ધાડ ૧૯ આત્મહત્યા ૬૮૧

ચોરી ૮૭૫ અપમૃત્યુ ૧૬૩૧

રાયોટીંગ ૧૫૧ આકસ્મિક મૃત્યુ ૯૫૦

ઘરફોડચોરી ૩૪૨ ખૂનની કોશીષના ૧૦૫ ગુના નોધાયા છે.

(2:24 pm IST)