Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પશ્ચિમ રેલ્વે દિપાવલી તહેવાર સંદર્ભે ઓખા અને પોરબંદરથી બે સુપરફાસ્ટ સ્પેશીયલ ટ્રેનો દોડાવશે

બંને ટ્રેનોમાં સંપૂર્ણ રીઝર્વેશન રહેશે અને આજથી બુકીંગ પણ પીઆરએસ કાઉન્ટર અને વેબસાઇટ ઉપર શરૂ થઇ ગયું છેઃ બુકીંગ શરૂ : જામનગર-રાજકોટ-અમદાવાદ-સુરત સહિતના સ્ટેશનો ઉપર થોભશે

રાજકોટ, તા.રર : દિવાળી અને અન્ય તહેવારોમાં ગુજરાતથી ઉતર ભારત બિહાર અને પશ્ચિમ ભારત માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનું આવન-જાવન થાય છે. આ સંદર્ભે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે ઓખા અને પોરબંદરથી હાવડા સુધીની ખાસ ફેસ્ટીવલ સ્પેશયલ સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

રાજકોટ રેલ્વેના કોમર્શીયલ મેનેજર અભિનવ જેફેએ જણાવ્યું હતું કે ઓખા-હાવડા સુપરફાસ્ટ ટ્રેન રપ ઓકટોબરથી ર૯ નવેમ્બર વચ્ચે દર રવિવારે સવારે ૮-૧૦ વાગ્યે ઓખાથી રવાના થશે, જે રાજકોટ ૧ર-૪૦એ આવશે અને હાવડા ત્રીજા દિવસે વહેલી સવારે ૩ાા વાગ્યે પહોંચશે. આ જ ટ્રેન ર૭ ઓકટોબરથી ૧ ડીસેમ્બર સુધી દર મંગળવારે રાત્રે હાવડાથી ૧૦-પ૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે ૧ાા વાગ્યે રાજકોટ પહોંચશે અને ઓખા ૬ાા વાગ્યે પહોંચશે.

આ ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુલાવળ, અકોલા, બડનેશ, નાગપુર, ગોડીયા, રાજનંદગાવ, દુર્ગ, રાયપુર, ભાટાપારા, બિલાસપુર, ચમ્વા, રાયગઢ, ટાટાનગર ખડકપુર વિગેરે સ્ટેશને ઉભી રહેશે.

આ ઉપરાંત પોરબંદર-હાવડા સુપરફાસ્ટ સ્પેશયલ ટ્રેન ગઇકાલથી શરૂ થઇ છે જે ર૬ નવેમ્બર સુધી ચાલશે. આ ટ્રેન બુધવાર-ગુરૂવારે સવારે ૮ વાગ્યે પોરબંદરથી ટ્રેન ઉપડશે, જે બપોરે ર-૩૯ રાજકોટ પહોંચશે અને ત્રીજા દિવસે વહેલી સવારે ૩ાા વાગ્યે હાવડા પહોંચશે. આ જ ટ્રેન કાલથી હાવડાથી શુક્રવાર-શનિવારે રાત્રે ૧૦-પ૦ વાગ્યે રવાના થશે. તમામ બંને ટ્રેનમાં સેકન્ડ એસી-થર્ડએસી-સ્લીપર-સેકન્ડ કલાસના કોચ હશે.

(11:37 am IST)