Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ધોરાજી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ

 ધોરાજી : અહિના તુલશી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને માજી નગરપતિ એવા પી.જી.બાલધાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓને વિનામુલ્યે ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવેલ. આ તકે મનોજભાઇ બાલઘા, ગૌરાંગ બાલધા સહિતના પરિવારજનો અને મિત્રો હાજર રહેલ. આ તકે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વસેટીયન, ડો.રાજ બેરા, ગીરાબેન ગોસ્વામી, દિલીપભાઇ બાલધા અને પ્રથમ બાલઘા, ડો.વિજય નાકરાણી સહિતના હાજર રહી ડી.જી.બાલધાની સેવાઓને બિરદાવી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા તે પ્રસંગની તસ્વીર.

(11:30 am IST)