Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

યાત્રાધામ વીરપુરમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને ખેડૂત સેવા જૂથ સહકારી મંડળીની સાધારણ સભા તેમજ ખેડૂત શિબિર યોજાઈ

વીરપુર ;જગવિખ્યાત યાત્રાધામ વિરપુર ગામે શ્રી રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક લી.તથા ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી.ના સંયુક્ત ઉપક્રમે ખેડુત શીબીર તેમજ શ્રી જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ લી.તેથા શ્રી વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી.ની વાર્ષીક સાધારણ સભા યોજાય હતી જેમાં જીલ્લા બેંક તરફથી મંડળીઓને પ્રોત્સાહન ઈનામ રૂપે મોટર સાયકલ વિતરણ તેમજ અકસ્માતે અવસાન પામેલ સભાસદોના વારસદારોને અકસ્માત વિમાની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા,આ ખેડૂત શિબિર કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય અને RDC બેન્કના ચેરમેનશ્રી જયેશભાઇ રાદડિયા તેમજ રાજકોટ દૂધ ડેરીના ચેરમેન અને વિરપુર ખેડૂત સેવા જૂથ સહકારી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યા હતા તેમજ અકસ્માતે અવસાન પામેલ ખેડૂતોને ખેડૂત વીમા યોજના અંતર્ગત ખેડૂતોના વારસદારોને વીમા  રકમના ચેક વિતરણ કરાયા હતા, 

વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી.ની ૬૭ મી વાર્ષિક સાધારણ સભાનું સંચાલન રાજકોટ જીલ્લા દુધ સંઘ લી.ના ચેરમેન તેમજ પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા દ્વારા કરવામાં આવેલ જેમાં મંડળીમાં જોડાયેલ ૧૫૦૦ કે તેથી વધુ ખેડૂત સભાસદો છે.મંડળીનો વાર્ષિક નફો રૂ.૩૩ લાખ થયેલ છે.મંડળી છેલ્લા ૧૦ વર્ષથી ૧૫% ડીવિડન્ડ જાહેર કરે છે.તેમજ ધિરાણ લેતા સભાસદો નો એકસીડન્ટ વીમો રૂ.૧૦ લાખ સુધીનો મંડળી દ્વારા લેવામાં આવે છે.જેમનો ખર્ચ મંડળી ભોગવે છે

આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય અને RDC બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, RDC બેન્કના એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગનભાઈ ઘોણીયા, રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રૈયાણી, રાજકોટ જિલ્લા સહ. પ્રકાશન અને મુદ્રા.ના પ્રમુખ રવજીભાઈ હિરપરા, RDC બેન્કના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા,રાજકોટ જિલ્લા પંચાયત જનકભાઈ ડોબરીયા,ભુપતભાઈ સોલંકી,જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ  વેલજીભાઇ સરવૈયા, વીરપુરના સરપંચ રમેશભાઈ સરવૈયા, વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના વ્ય. કમિટીના સભ્યઓ તથા જેતપુર તાલુકાના સહકારી, રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:01 am IST)