Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોરબીમાં દરેક બુથ પર કોંગ્રેસ કાર્યકરો ઘરે ઘરે જઈને આઠ વચનો મતદારો સુધી પહોંચાડશે.

બાઈક રેલી સહિતના કાર્યક્રમોની ચર્ચા માટે મીટીંગ યોજાઈ.

મોરબી શહેર અને મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની આગામી ચુંટણીલક્ષી માર્ગદર્શન, દરેક બુથ પર કોંગ્રેસે આપેલ વચનો મતદારો સુધી પહોંચાડવા તેમજ બાઈક રેલીના આયોજનની ચર્ચા માટે મીટીંગ યોજાઈ હતી

મોરબી કોંગ્રેસની મીટીંગ મળી હતી જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, તાલુકા પ્રમુખ કે ડી પડસુંબીયા, શહેર પ્રમુખ રાજુભાઈ કાવર સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા જે મીટીંગમાં દરેક બુથ પર ઘરે ઘરે જઈને કોંગ્રેસ દ્વારા અપાયેલ આઠ વચનો મતદારો સુધી પહોંચાડવાની યોજના, ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી નિમિતે પીપળી-જેતપર-અણીયારી રોડ પર બાઈક રેલી કાઢવા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી
મીટીંગમાં મોરબી તાલુકા અને શહેરના આગેવાનો, દરેક ફ્રન્ટ-સેલ અને મોરચાના પ્રમુખ, સ્થાનિક સ્વરાજ ચુંટણી લાદેલા ઉમેદવારો અને કાર્યકરો જોડાયા હતા

(12:54 am IST)