Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગરમાં નેશનલ ગેમ્સ જાગૃતિ અર્થે સાયક્લોથોન કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓની સાથે અધિકારીઓ પણ સાયક્લોથોનમાં જોડાયાં

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તેમજ લાયન્સ ક્લબ તથા રોટરી ક્લબના સહયોગથી ૩૬ નેશનલ ગેમ્સ બાબતે યુવાનોમાં જાગૃતિ કેળવાય એ હેતુથી સાયકલોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન અને Celebrating unity through Sports અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલ સાયકલોથોનને ફ્લેગ ઓફ મેયર કીર્તિબાળા દાણીધારીયાએ કરાવ્યો હતો. ત્યારબાદ આ સે-સાયક્લોથોન રૂપાણી સર્કલ થી શરૂ કરી સરદારનગર-સંસ્કાર મંડળ-વીલિંગ્ટન સર્કલ-પાણીની ટાંકી-સેન્ટ્રલ સોલ્ટ-આતાભાઈ ચોક થઈને રૂપાણી સર્કલે પૂર્ણ થઈ હતી.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયાં હતાં અને સાયક્લોથોનમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની સાથે અધિકારીઓ પણ સાયક્લોથોનમાં જોડાયાં હતાં.
આ કાર્યક્રમમાં કલેકટર યોગેશ નિરગુડે, રેન્જ આઇ. જી.અશોકકુમાર યાદવ, કમિશ્નર એન. વી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(7:29 pm IST)