Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સાવરકુંડલામાં પ૪ મો તાલુકા યુવક મહોત્સવ યોજાયો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. રર : તાલુકા યુવક મંડળ આયોજીત પ૪માં તાલુકા યુવક મહોત્સવ ઉજવાઇ ગયો, સારવકુંડલા ખાતે તા. ૧૮-૯-૦ર ના રવિવારના રોજ જે.વી. મોદી હાઇસ્કુલ ખાતે ઉજવાઇ ગયો. યુવક મહોત્સવનાં દીપ પ્રાગટય કબીર ટેકરી આશ્રમનો મહંતશ્રી નારણદાસ સહિત ઉપસ્થિતોએ કર્યુ હતું.

મહંતશ્રી નારણદાસબાપુએ યુવક મહોત્સવમાં ભાગ લેનાર કલાકારોને આત્મવિશ્વાસથી જ દરેક પ્રવૃત્તિ કરવા શિખામણ આપી હતી, તો યુવક મંડળનાં પ્રમુખ જયસુખભાઇ નાકરણીએ ઉપસ્થિત યુવા કલાકારોને પોતાની કલા રાજય લેવલે રજુ કરી શકે તે માટે તમામ પ્રકારની સુવિધા પુરી પાડવાની ખાત્રી આપી હતી.

આયોજન ધર્મશંકરભાઇ ભટ્ટે કર્યુ હતું. તો સંચાલન ભીખેશભાઇ ભટ્ટે કર્યુ હતું. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમુખ જયસુખભાઇ નાકરણી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(1:50 pm IST)