Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સાવરકુંડલાના ધાર ગામના મહિલા સરપંચને રાજીનામુ દેવા ધમકીઃ મારમાર્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૨ : સાવરકુંડલા તાલુકાના ધારના સરપંચ દયાબેન બાબુભાઇ રામાણી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે તા.૨૦ના ગ્રામ સફાઇ અભિયાન અંતર્ગત મોલડી રોડ ઉપર જેસીબીથી સફાઇ કામગીરી કરી રહેલ હતા.

ત્યારે ધાર ગામના કનુભાઇ આપાભાઇ  ખાડક, ભુપતભાઇ ખાડક અને કથુભાઇએ ગાળો આપી સરપંચ થવાનો બહુ શોખ હતો અમારી સામે કેમ ફોર્મ ભર્યુ તેમ કહી બાવળના લાકડાના ઠુઠાથી મારમારી ગળુ દબાવી કપડા ફાડી નાખેલ તું સરપંચમાંથી રાજીનામુ આપી દે જે નહીંતર તને અને તારા પરિવારને મારી નાખશું તેમ કહી તારા ઉપર પણ અમે ફરિયાદ કરશુ તેમ જણાવેલ એ અરસામાં સરપંચના પિતા ખેતરે જતા હતા તે વચ્ચે પડતા તેણે પણ ગાળો દઇ ધમકી આપેલ અને જેસીબીની મજુરીના પૈસા ભરેલ પર્સ જેમાં રૂા. ૩૦ હજાર હતા તે આચકી લઇ જતા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ મહિલા સરપંચે એસપીશ્રીને ઉપરોકત બનાવ અંગે લેખીત રજુઆત મોકલી છે.

(1:49 pm IST)