Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સાવરકુંડલા વોર્ડ નં ૯માં નુરાની નગરમાં રસ્તાના કામમાં ગેરરીતીની રાવ

સાવરકુંડલા,તા.૨૨ : વોર્ડ ૯ ના નુરાની નગર વિસ્તાર પ્રિન્સ પાન નું બાજુ ના નાકા માં રોડ નું કામ ચાલે છે તે રોડ ના કામ માં નબળી એટલે કમલ નામ ની એટલે કે આટ કાટ કપની ની સિમેન્ટ   વાપરવા માં આવી છે તેમજ ધુડ જેવી રેતી તેમજ કપસી પણ હલકી ગુણવત્તા વળી વપરાયેલ હોવા નું જોવા મળેલ છે  તેમજ આ રોડ નું કામ શરૂ હતું ત્યારે કોય સરકારી જવાબદારી  કર્મચારી એ દેખ રેખ રાખેલ નથી એટલે રોડ બનાવેલ કોન્ટ્રાકટરે તેમને મનફાવે રે રીતે રોડ નું કામ કરવા માં આવેલ છે

આ રોડ ના કામ નું બિલ ન ચૂકવા પત્રકાર ઈકબાલ ગોરી એ માગણી કરેલ છે માગણી માં એમ પણ જણાવેલ હતું કે રોડ બનાવવા માં શુ શુ હતી શરત? અને રોડ બનતો હતો ત્યારે ક્યાં કર્મચારી એ દેખ રેખ રાખેલ અને સુપરવાઇજિગ કોણે કર્યું આ તમામ શરતો ની તટસ્થ તપાસ કરવી તેવી અંત માં માગણી કરેલ છે

 કોય દિવસ નામ ન સાંભળીયું હોય એવી કલમ નામની કંપનીની સિમેન્ટ વાપરી છે રોડ બનાવવા માં ટેન્ડરમાં એ ગ્રેડ કંપનીની સિમેન્ટ વાપરવાની શરત હતી એટલે ટેન્ડર મુજબની શરતો નો ખુલ્લેઆમ ઉલાળી ઓ કરવા માં આવેલ છે તો પંચના  પૈસાનું પાણી ન થાય તેની કાળજી રૂપે યોગ્ય તપાસ કરી તેનું બિલ ન ચૂકવું તેવી માગણી ગોરી એ કરેલ હતી.

(1:48 pm IST)