Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પોરબંદર ખારવા સમાજને ભાજપ દ્વારા વિધાસભાની ચૂંટણી માટે ટીકીટ અપાય તેવી સંભાવના

કોંગ્રેસના કાઉન્સિલર અને ખારવા સમાજના અગ્રણી જીવનભાઇને 'આપ'ના ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ રાજકીય ગરમાવોઃ રાજકીય તાગ મેળવવા યુ.પી.થી ભાજપના ૩ નિરીક્ષકો પોરબંદર આવ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રર : આગામી વિધાનસભાની ચૂંટણી માટે આપના સુપ્રિમો અરવિન્દ કેજરીવાલ દ્વારકામાં દર્શન માટે આવ્યા તે સમયે પોરબંદર ખારવા સમાજના અગ્રણી અને કોંગ્રેસના કાઉન્સીલર તથા નગરપાલિકાના વિરોધપક્ષના નેતા જીવતભાઇ જુંગીને 'આપ'નો ખેસ પહેરાવીને જીવનભાઇને વિધાનસભાની ચૂંટણી માટે 'આપ'ના ઉમેદવાર જાહેર કર્યા જેથી પોરબંદર રાજકીય ગરમાવો આવી ગયેલ છે આવા સમયે રાજકીય તાગ મેળવવા યુ.પી.થી ભાજપના ૩ નિરીક્ષકોની બનેલી કમીટી પોરબંદર આવી છે.

'આપ'ના સુપ્રિમો અરવિન્દ કેજરીવાલ દ્વારા આવ્યા ત્યારે પોરબંદર ખારવા સમાજની ૩ બસ ભરીને દ્વારા ગયેલ અને દ્વારકામાં ખારવા સમાજના અગ્રણી જીવનભાઇ જુંગીને 'આપ'નો ખેસ પહેરાવીને વિધાનસભાની ચુંટણી પોરબંદર વિસ્તારના 'આપ'ના ઉમેદવાર તરીકે જીવનભાઇ જુંગીની સત્તવાર જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ખારવા સમાજ દ્વારા ભાજપની ટીકીટ આપવા માંગણી થઇ હતી પરંતુ ભાજપ દ્વારા કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

કોંગ્રેસના કાઉન્સીલર જીવનભાઇને 'આપ'ના ચૂંટણી ઉમેદવાર તરીકે જાહેરાત બાદ પોરબંદરના રાજકીય સમીકરણો બદલાય રહેલ છે અને રાજકીય તાગ મેળવવા યુ.પી.ભાજપના ૩ નિરીક્ષકોની બનેલી ટીમ પોરબંદર આવીને સર્વે કરી રહેલ છે.

યુ.પી.ના ભાજપના ૩ નિરીક્ષકોના પોરબંદરમાં આગમનથી ખારવા સમાજને વિધાનસભા ચૂંટણી માટે ટીકીટ અપાય તેવી સંભાવના અંગે ચર્ચા શરૂ થઇ છે.

ખોરાવા સમાજમાંથી ભાજપની ટીકીટ આપવા વિચારણા માટે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઇ ખોરદવા પાલિકાના પૂર્વે પ્રમુખ સુનીલભાઇ ગોહેલ તેમજ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ મોદી ત્રણેયના નામો કેન્દ્રીય ગૃહમંત્રી સુધી યુ.પી.ના ભાજપના નિરીક્ષકો દ્વારા મોકલાયાનું ચર્ચાય રહ્યું છે.(૬.૧૯)

જામનગરમાં પતિ ઉપર શંકા કરીને પત્નિએ ગળેફાંસો ખાઈ લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: અહીં સત્યમ કોલોની ઓશવાળ, શેરી નં., બ્લોક નં.પ૧/૬માં રહેતા સંદીપ દિલીપભાઈ મેઢીયા, ઉ.વ.રર એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર સુનીતાબેન સંદીપભાઈ દિલીપભાઈ મેઢિયા, ઉ.વ.ર૬ વાળા ના પતિ સંદિપભાઈએ બે ત્રણ દિવસ અગાઉ ફોનમાં અજાણી વ્યકિત સાથે વાત કરવાની ના પાડતા આ બાબતનું મરણજનાર સુનિતાબેનને લાગી આવતા પોતાના ઘરે એકલા હતા ત્યારે પોતાના દુપટ્ટા વડે રૂમમાં આવેલ લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળફાંસો ખાઈ મરણ થયેલ છે.

મોટરકારે બાઈકને ઠોકર મારતા ઈજા

 પડધરી તાલુકાના બોડીઘોડી ગામે રહેતા અનિલભાઈ નાથાભાઈ વાંસજાળીયા, ઉ.વ.૪૧ એ પંચ ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કેઆરોપી એકસ યુ વી ગાડી જેના રજી.નં. જી.જે.૧૦ડી એ૭૩૦૭ ના ચાલક ભીમજીભાઈ કરશનભાઈ ભેસદડીયા એ પોતાની ગાડી પુરઝડપે બેફીકરાઈથી ચલાવી ફરીયાદી અનિલભાઈના મોટરસાયકલ નં. જી.જે.૦૩એચ એફ૩ર૭૦ ને પાછળથી ઠોકર મારતા ફરીયાદી અનિલભાઈને તથા તેના પત્નીને શરીરે નાની મોટી ઈજા કરેલ તથા ફરીયાદી અનિલભાઈના દિકરાને ફેકચર જેવી ઈજા કરી ગુનો કરેલ છે.

માધાપર ગામે જુગાર

રમતા સાત ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, માધાપર ગામે દેવીપુજક વાસમાં આવેલ વિહોત માતાજીના મંદિરના પટાંગણમાં આરોપીઓ ગણેશભાઈ દેવશીભાઈ દસકીયા, દિલીપભાઈ અમરશીભાઈ દસકીયા, જવેરભાઈ ભીખુરામ દશકીયા, વિપુલભાઈ પોપટભાઈ દસકીયા, પ્રવિણભાઈ દેવશીભાઈ દશકીયા, દામજીભાઈ ગીરધરભાઈ દશકીયા એ ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પર૭૦/તથા મોબાઈલ ફોન નંગપ  કિંમત રૂ.૮પ૦૦/મળી કુલ રૂ.૧૩૭૭૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પાણીના વહેણમાં ડુબી

જતા યુવકનું મોત

જોડીયા તાલુકાના ભાદરા ગામે વિનુભાઈ ભાણજીભાઈ ભંડેરીની વાડીમાં રહેતા સસ્તીબેન કરણ ઉર્ફે કેરીયા માવી, ઉ.વ.૩ર એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર કરણભાઈ જગદીશભાઈ માવી, ઉ.વ.૧ર વાળો ઉંડ ડેમર ના પાટીયા નં.૪ર પાસે મચ્છી મારવા જતા સ્લીપ ખાય જતા ડેમના પાટીયા પાણી છોડવા માટે ખુલ્લા હોય જે પાણીનો વહેણ ચાલુ હોય જેના બેકડા ઉપર મરણજનાર કરણભાઈ ઉભા હોય જેનો પગ સ્લીપ થઈ જતા પાણીના વહેણમાં આવી પાણી વહેણમાં તણાય જતા ડુબી જતા મરણ ગયેલ છે.

જીંદગીથી કંટાળી જઈ યુવાનો આપઘાત

લાલપુર તાલુકાના રીંજપર ગામે રહેતા ખીમાભાઈ ઉકાભાઈ બેલા, ઉ.વ.૩૭ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧ર૦રરના આ કામે મરણજનાર વજશીભાઈ ઉકાભાઈ બેલા, ઉ.વ.૩પ વાળાને દારૂ પીવાની ટેવ હોય અને સગાઈ થતી ન હોય જેથી તે ઘણા દિવસથી એકદમ ગુમસુમ રહેતો અને વજશીભાઈની રોજ પોતાની બિમારીની દવા પિતો અને આજરોજ સવારથી તે ગુમસુમ હોત જેથી પોતે જીંદગીથી કંટાળી જઈ આજરોજ આપઘાત કરી દીધેલ છે.

કાલાવડમાં જુગાર રમતા ચાર ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ મનસુખભાઈ અકબીર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૯–ર૦રરના શિતલા કોલોનીમાં રણુજા ચોકડી પાસે, સ્ટ્રીટ લાઈટના અજવાળામાં આરોપી ટપુભાઈ રમુભાઈ સાડમીયા, વાલજીભાઈ લાલજીભાઈ સાડમીયા, દેવાભાઈ રમુભાઈ સાડમીયા, નટુભાઈ રમુભાઈ સાડમીયા, ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૬પ૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:46 pm IST)