Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મારાથી ચડીયાતા ધારાસભ્‍ય મળે તો મને ના પાડી દેજો હું નીચે બેસી જઇશ : જયેશ રાદડીયા

જેતપુર સહકારી સંઘ અને વિરપુર જુથ સેવા સહકારી મંડળીની ખેડૂત શિબિર વિરપુર (જલારામ)માં યોજાઇ : ચૂંટણીને ર મહિના બાકી છે ત્‍યારે ‘આપ' વાળા લોભામણી જાહેરાતો કરવા નીકળી પડયા છે : પાંચ વર્ષ કોઇ દેખાતુ નથી : જેતપુર-જામકંડોરણાના ભાજપના ધારાસભ્‍યના પ્રહારો

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા. રર :   વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્‍યારે  જેતપુર-જામકંડોરણાના ભાજપના ધારાસભ્‍ય અને પૂર્વ રાજયમંત્રી  જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતાં.

 જેતપુર સહકારી સંઘ અને વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની ખેડૂત શિબિર વીરપુર ખાતે યોજાય હતી. જેમાં ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાએ ખેડૂત શિબિરમાં પોતાના ભાષણ દરમિયાન આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું હતું, હમણાં નવા સાવરણા વાળા નીકળ્‍યાં છે તેઓ પહેલા ન હતા હવે આવ્‍યા છે. અનેક લોભામણી જાહેરાતો કરે છે, પરતુ ૫ વર્ષ કોઈ દેખાતું નથી ચૂંટણીને બે મહિના બાકી છે એટલે આ બધા નીકળી ગયા છે.

  જેતપુર-જામકંડોરણાના ભાજપના ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાએ કહ્યું કે આપ વાળા તો ગેરંટી કાર્ડ બાટે છે લલચામણી લોભામણી જાહેરાત લઈને આવે, આમ આદમી પાર્ટી વાળી ટોળકી નીકળી છે ગેરંટી કાર્ડ દેવા પણ એની ગેરંટી કયાં ? આવા લોકોને આપણે પ્રોત્‍સાહન આપવાનું નથી, હજુ સતામાં નથી ત્‍યાં ઉદ્યોગ પતિઓ પાસે ખંડણીઓ માગે છે, આવા લોકો આપણા વિસ્‍તારમાં આવી જાય તો આપણી સુરક્ષા શું?  જ્‍યારે મારા થી વિશેષ ધારાસભ્‍ય મળે ત્‍યારે મને ના પાડી દેજો મારી નીચે બેસવાની તૈયારી છે, તેમ અંતમાં જયેશભાઇ રાદડિયા એ જણાવ્‍યું હતું.

ટુંક સમયમાં યોજાનાર વિધાનસભાની ચંૂટણી માટે જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્‍યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તે પહેલા રાજકીય આગેવાનો દ્વારા મીટીંગો અને કાર્યક્‍મોનો ધમધમાટે થઇ રહ્યો છે.

શ્રી રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો.ઓપ. બેંક લી. રાજકોટ ધી ગુજરાત સ્‍ટેટ કો.ઓપ. બેંક લી. અમદાવાદ, શ્રી જેતપુર તાલુકા  સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. જેતપુર તથા શ્રી વિરપુર જુથ સેવા સહકારી મંડળી  લી. વિરપુરના સંયુકત ઉપક્રમે ખેડૂત શિબિર તથા શ્રી જેતપુર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. અને શ્રી વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી. ની વાર્ષિક સાધારણ સભા તથા બેંકની પ્રોત્‍સાહિત ઇનામી યોજના અન્‍વયે વિજેતા મંડળીઓને મોટર-સાયકલ વિતરણ તથા બેંક દ્વારા અકસ્‍માત વિમો ચેકોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

(1:38 pm IST)