Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાત્રે કેશોદમાં માહી ડેરીમાં ટોળાની તોડફોડઃ રૂા.૨૨,૫૦૦નું નુકશાન કર્યુ

મોટર સાયકલ અને રીક્ષામાં આવેલા ૮ થી ૧૦ શખ્‍સો સાથે ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૨: રાત્રે કેશોદમાં ૮ થી ૧૦ શખ્‍સોના ટોળાએ માહી ડેરીમાં તોડફોડ મચાવીને રૂા.૨૨,૫૦૦નું નુકશાન પહોંચાડતા સનસની મચી ગઇ હતી. માલધારી સમાજે પોતાની કેટલીક માંગ પુરી નહિ થતા બુધવારે દુધના વેપાર-ધંધાર્થીને દુર રહેવાનું એલાન આપ્‍યુ હતુ અને ડેરીઓ તેમજ ચાનાં થડા નહિ ખોલવાની ચીમકી આપી હતી.

આ દરમ્‍યાન કેશોદમાં માંગરોળ રોડ પર આવેલ માહી ડેરી ખાતે ગત મોડી રાત્રે અજાણ્‍યા ૮ થી ૧૦ જેટલા શખ્‍સો મોટર સાયકલ અને રીક્ષામાં પહોંચ્‍યા હતા.

આ ઇમો ડેરીનો ડેલો તોડીને અંદર પ્રવેશ્‍યા હતા અને માલધારી સમાજનું એલાન હોવા છતા ડેરી કેમ ચાલુ રાખી તેમ કહીને હંગામો મચાવ્‍યો હતો.

બાદમાં આ શખ્‍સોએ માહી ડેરીમાં દુધ ભરેલા ૧૦ કેન વગેરેની તોડફોડ મચાવી રૂા.૨૨૫૦૦નું નુકશાન પહોંચાડી તમામ ઇસમો નાસી ગયા હતા.

આ અંગે ડેરીના માલિક રામભાઇ કેરાવાલાએ જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને રામભાઇની ફરીયાદ લઇ ૮ થી ૧૦ શખ્‍સો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:28 pm IST)