Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર એસઓજી પોલીસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૨ : જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સુચનાથી જામનગર જીલ્લાના એનડીપીએસ એકટના ગુન્‍હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર શ્રી એ.એસ.ગરચરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્‍ટાફના માણસો મુંબઇ મહારાષ્‍ટ્ર ખાતે મોકલેલ હતા.

જેથી મુંબઇ મહારાષ્‍ટ્ર ખાતે મોકલેલ અને ત્‍યાં જઇ આરોપી બાબતે તપાસ કરતા આ ગુન્‍હાનો ફરાર આરોપી ફહીક ઉર્ફે મેપ મોહમદસલીમ શેખ નાગપાડા વિસ્‍તાર ડિમતીમકર રોડ ઉપર હોવાની માહીતી મળતા જે આધારે સદર જગ્‍યાએ જતા આરોપી ફહીમ ઉર્ફે મેપ મોહમદ સલીમ શેખ મળી આવેલ જેથી મજકુરને હસ્‍તગત કરી જામનગર લાવી આગળની કાર્યવાહી થવા માટે સીટી ‘એ' ડીવીઝન પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. બી.એન.ચૌધરીની સુચનાથી એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

(1:53 pm IST)