Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

અમરેલીનાં લાઠી પાસે યુવકને ફોરેસ્‍ટરની ઓળખ આપીને ધમકાવીને રોકડ-મોબાઇલની લૂંટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૨ : લાઠીના ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર મહાદેવ હોટલ પાસે કાલાવડ તાલુકાના વડાળા ગામના હરસુખભાઇ ધીરૂભાઇ રાઠોડ (ઉવ.૨૨) બાઇક જીજે-૧૦ ડીસી-૫૪૫૫ લઇને નીકળતા તેમની પાછળ બાઇક લઇને કોઇ અજાણ્‍યો શખ્‍સ આવી હરસુખભાઇ પાસે કબુતર હોય જે પ્રશ્‍ને ધમકાવી ફોરેસ્‍ટર તરીકેની ખોટી ઓળખ આપી ગાળો બોલી રોકડ રૂા. ૪૦૦ તથા વિવો કંપનીનો મોબાઇલ રૂા. ૩૦૦૦ અને સ્‍પ્‍લેન્‍ડર બાઇક રૂા. ૧૫ હજાર મળી કુલ રૂા. ૧૮,૪૦૦ની લુંટ ચલાવી નાસી ગયાની લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઝેરી દવા પીધી

મોટી કુકાવાવ ગામે રહેતી સગીરાને બગસરા તાલુકાના ખારી ખીજડીયા ગામે અને હાલ સુરત રહેતા કેયુર કિશોરભાઇ સરવૈયા સાથે પ્રેમસંબંધ હોય અને થોડા દિવસો પહેલા તેના ડોક્‍યુમેન્‍ટ લઇને પોતે પોતાની મેળે ભાગીને સુરત કેયુર સરવૈયા  પાસે ગયેલ પરંતુ સગીરા હોવાથી કેયુરે જણાવેલ કે તારી ઉંમર અઢાર વર્ષની થાય પછી લગ્ન કરીશુ તેમ કહેતા પરત ઘરે મોકલતા ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ.

જુગાર

સાવરકુંડલા હાથસણી રોડ રાધેશ્‍યામ સોસાયટી દેવીપૂજક વાસ પાસે જાહેરમાં જુગાર રમતા ઓઘા રૂપાભાઇ વાઘેલા, મેઘજી ચોથાભાઇ વાઘેલા, શાંતિ બાવચંદભાઇ કારોડીયાને પો.કોન્‍સ. સુરેશભાઇ કુંઢળીયાએ રોકડ રૂા. ૧૩૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્‍યારે રેઇડ દરમ્‍યિાન ચાર શખ્‍સો નાસી છૂટયા હતા.

(1:25 pm IST)