Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

દેવભૂમિ દ્વારકાની ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ટીમની સરાહનીય કામગીરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨૨ : દેવભૂમિ દ્વારકાના ૧૦૮ ની ટીમ વધુ એક વાર  ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ૧૦૮ની ટીમે એક ગર્ભવતી મહિલાને ગર્ભ નાળ બાળકના ગાળામાં વિટાયેલ)પ્રસૂતિ કરાવી ઉત્તમ દાખલો બેસાડ્‍યો મહિલાને  પ્રસૂતિ માટે હોસ્‍પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્‍યારે એકા એક મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતાં મહિલાની ૧૦૮ ની અંદર જ પ્રસૂતિ કરવામાં આવી હતી જયારે બાળક ની ડીલેવરી સમયે તપાસ કરતા માલુમ પડેલ કે નાળ ગળામાં વીતાયેલ હોઈ છતાં સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળક નો જીવ બચાવ્‍યો છે.

 દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના નાના આસોતા ગામમાં રહેતા રાધુબેંનને પ્રસૂતિ પીડા વધી જતા ૧૦૮ ને બોલાવવામાં આવી હતી જેને રામનગર ૧૦૮ની ટીમ દ્વારા ઘટનાસ્‍થળ પર હાજર થઈ એ દરમિયાન ૧૦૮ના  ઈ એમ ટી - દિનેશ જાડેજા અને પાયલોટ  - ઇમ્‍તિયાઝ ભંડેરી દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી નવજાત બાળક(દીકરી )અને માતાને સારવાર આપી ૧૦૮ દ્વારા ખંભાળિયા હોસ્‍પિટલ માં ખસેડવામાં આવ્‍યા હતા.

(1:25 pm IST)